ગુજરાત

gujarat

ETV Bharat / sitara

નિર્દેશક અનુરાગ કશ્યપે સુશાંત વિશે કર્યો ખુલાસો, જાણો શું કહ્યું .... - સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ

નિર્માતા અનુરાગ કશ્યપે લાંબા સમય પછી સુશાંત સિંહ રાજપૂત સાથેના તેમના સંબંધો વિશે ખુલીને વાત કરી છે. તે કહે છે કે, સુશાંતના મૃત્યુ માટે કોઈને જવાબદાર માનવું ખોટું છે કારણ કે તેણે પોતાના નિર્ણયો જાતે લીધા હતા. અનુરાગે કહ્યું કે, સુશાંતે યશ રાજ અને ધર્મા પ્રોડક્શન્સ સાથે કામ કરવા માટે તેમની ફિલ્મો બે વખત રિજેક્ટ કરી હતી.અનુરાગના જણાવ્યા અનુસાર સુશાંત મોટા બેનર સાથે કામ કરવા માંગતો હતો. તેથી હવે નેપોટિઝ્મ વિશે વાત કરવી તે અર્થહીન છે.

નિર્દેશક અનુરાગ કશ્યપ
નિર્દેશક અનુરાગ કશ્યપ

By

Published : Jul 24, 2020, 9:51 PM IST

મુંબઇ: બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ તેમની સાથે જોડાયેલી અનેક બાબતો બહાર આવી રહી છે. તેના અંગત જીવનથી લઈને વ્યાવસાયિક જીવન સુધી, તેનાથી પરિચિત લોકો તેને સાથે સંબંધિત વિવિધ બાબતો જણાવી રહ્યા છે. આ દરમિયાન ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપે પણ સુશાંત સિંહ રાજપૂત વિશે એક મોટી વાત કહી છે. અનુરાગના કહેવા મુજબ, તેણે સુશાંત સિંહ રાજપૂતને બે ફિલ્મોની ઓફર કરી હતી, પરંતુ તેણે તે બંને ફિલ્મોમાં કામ કરવાની ના પાડી દીધી હતી.અનુરાગ કશ્યપના જણાવ્યા મુજબ, તે દિવસોમાં અભિનેતા મોટા બેનરો સાથે ફિલ્મો કરવા માંગતો હતો, જેના કારણે તેણે તેમની ફિલ્મોમાં કામ કરવાની ના પાડી હતી.

અનુરાગ કશ્યપે કહ્યું કે, 'સુશાંત ખૂબ જ સફળ અભિનેતા હતો. આપણે હંમેશા પોતાની કારકિર્દી આપણી પસંદ પ્રમાણે બનાવીએ છીએ, આપણી પ્રતિભા પ્રમાણે નહીં. તમે શું પસંદ કરો છો. તમે કોની સાથે કામ કરવા માગો છો.આનાથી જ તમારૂ કરિયર બને છે. સુશાંત સફળ અભિનેતા હતો. તેણે જાતે પોતાના માટે વસ્તુઓ પસંદ કરી હતી.

અનુરાગ કશ્યપે કહ્યું, 'મેં તેમને મારી ફિલ્મ 'હંસી તો ફંસી'ની ઓફર કરી હતી, પરંતુ સુશાંતે આ ફિલ્મ કરવાનો ઇનકાર કર્યો હતો. જોકે, આનાથી મને ન તો મને ગુસ્સો લાગ્યો કે ન કે મને ખોટુ લાગ્યું.. બાદમાં આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રાને મુખ્ય ભૂમિકા લેવામાં આવ્યો. જેમાં તેની વિરુદ્ધ પરિણીતી ચોપડા જોવા મળી હતી.

અનુરાગ કશ્યપે જણાવ્યું હતું કે," 'ગેંગ્સ ઓફ વાસેપુર' ફિલ્મના શૂટિંગ પછી સુશાંતને મળ્યો હતો. અનુરાગે કહ્યું કે, મુકેશ છાબરા (કાસ્ટિંગ ડિરેક્ટર) તે સમયે મારી ઓફિસમાં કામ કરતા હતા. સુશાંત આવ્યો, મેં કહ્યું, અરે તમે બિહારના દિકરા છો. પહેલા મળ્યા હોત તો હું તમને મારી ફિલ્મમાં કામ આપતો."

અનુરાગ કશ્યપે સુશાંત વિશે અભિષેક કપૂરને વાત કરી હતી. તે સમયે તેની ફિલ્મ "કાઈ પો છે" તે સ્ટાર શોધી રહ્યો હતો. અનુરાગે કહ્યું કે, તેણે સુશાંતને તેની પ્રોડક્શન "હંસી તો ફંસી"માં કાસ્ટ કર્યો હતો અને પરિણીતી ચોપડાને આ ફિલ્મની ઓફર કરી હતી. તે સમયે, પરિણીતી યશ રાજ ફિલ્મમાં કામ કરી રહી હતી. ત્યારે સુશાંતે YRF સાથે વાત કરી હતી અને તેણે YRF સાથે ત્રણ ફિલ્મો માં કામ કરવાની ડીલ કરી હતી.

અનુરાગે કહ્યું કે, YRF તેને કોલ કર્યો અને કહ્યું કે અમે તને એક ડીલ આપશું..તમે "શુદ્ધ દેશી રોમાંસ"માં કામ કરો.. સુશાંત તે સમયે મુકેશ અને આમારા બધાની સાથે મારી ઓફિસમાં બેસતો હતો. તેણે YRFની ડીલ પર હસ્તાક્ષર કર્યા અને તેમની સાથે કામ કર્યું. તેણે આઉટસાઇડર વિશેની એક ફિલ્મ છોડી દીધી કારણ કે તેને યશરાજ પાસેથી મંજૂરી જોઇતી હતી. આવું દરેક અભિનેતા સાથે થાય છે, તેથી હવે આ વાતોથી ખોટું નથી લાગતું.

અનુરાગ કશ્યપે વર્ષ 2016 માં સુશાંત સિંહ રાજપૂતને બીજી ફિલ્મની ઓફર કરી હતી, પરંતુ સુશાંતે તેમાં પણ કામ કરવાની ના પાડી હતી. તેણે કહ્યું કે, " MS ધોની"ની રિલીઝ બાદ તેઓ મુકેશ (છાબડા) સુશાંત સાથે વાત કરવા માટે ગયો હતો અને તેમને કહ્યું, 'અનુરાગની એક સ્ક્રિપ્ટ છે અને તે એક એવા અભિનેતાની શોધમાં છે, જે ઉત્તર પ્રદેશના માનવીની ભૂમિકા ભજવી શકે. ફિલ્મ ધોની રિલીઝ થઇ ગઇ પરતું તેણે બને કોલ બેક પણ ન કર્યો .

નિર્માતા અનુરાગે કહ્યું કે જ્યારે બહારના લોકો ઇન્ડસ્ટ્રીમાં આવે છે ત્યારે તેઓ YRF, કરણ જોહરની ધર્મા પ્રોડક્શન્સ, સંજય લીલા ભણસાલી જેવા મોટા બેનરોથી માન્યતા મેળવા તેઓની ઇચ્છા હોય છે.તેણે કહ્યું કે, તમે તે માન્યતા જાતે શોધી રહ્યા છો, તેના માટે કોઈ તમને ખરાબ નહીં કહી શકે. તમે આ તમારા માટે પસંદ કર્યું છે અને તમારે તેનો સામનો પણ કરવો પડશે. સુશાંત ખૂબ હોશિયાર હતો, પરંતુ તે સમયે તેણે મારી ફિલ્મની તુલનામાં ડ્રાઇવ પસંદ કરી કારણ કે તે ધર્મા સાથે કામ કરવા માટે ઉત્સુક હતો.

ABOUT THE AUTHOR

...view details