મુંબઇ: કોરોના વાઇરસના સંક્રમણને રોકવા માટે દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં લોકોને જ્યાં છે ત્યાંજ રહેવાની સૂચના આપવામાં આવી છે. જેના કારણે મજુરોને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જેઓ તેમના ગામથી આજીવિકા માટે શહેર ગયા છે.
આ જોતા ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કામદારોને ઘરે પાછા લાવવાની ઘોષણા કરી છે.
બોલીવુડના દિગ્દર્શક અનુરાગ કશ્યપે પણ યોગી આદિત્યનાથની પહેલ અંગે ટ્વીટ કર્યું છે અને તેની સરાહના કરી છે.
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની પહેલને લઈને સમાચારોમાં દિગ્દર્શક અનુરાગ કશ્યપની ટ્વીટ ખૂબ જ વાયરલ થઇ રહી છે. આ ટ્વીટમાં અનુરાગ કશ્યપે યોગી આદિત્યનાથના પગલાની પ્રશંસા કરી છે. અનુરાગ કશ્યપે કહ્યું, "સારા સમાચાર, સારી પહેલ". અનુરાગ કશ્યપ દ્વારા કરવામાં આવેલા આ ટ્વિટ પર લોકો ઘણી ટિપ્પણી કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રીયા આપી રહ્યા છે.