મુંબઈ: બૉલિવૂડ અભિનેતા સુંશાતસિંહ રાજપૂતના નિધન બાદ બૉલિવૂડમાં નેપોટિઝ્મનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. જેનાથી સૌના અલગ-અલગ રિએક્શન સામે આવી રહ્યાં છે. આ વચ્ચે અનુરાગ કશ્યપે નેપોટિઝ્મના મુદાને લઈ કેટલાક ટ્વીટ કર્યા છે. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે. અનુરાગે ટ્વીટ કરી કહ્યું કે, મિત્રો..,ગજબ ડિબેટ ચાલી રહી છે. ફિલ્મોમાં માત્ર અભિનેતા નથી હોત. એક ફિલ્મ સેટ પર અંદાજે દોઢસો લોકો કામ કરે છે. સેટ પર કામ કરનાર આર્ટિસ્ટ, વર્કર્સ, સ્પૉટબૉય અને અન્યો લોકોને ઈજ્જત આપવાનું શીખશે ત્યારે તેની સાથે વાત થઈ શકશે.
અનુરાગે કહ્યું કે, વાત નેપોટિઝમ વિશે હોય કે પછી ફેવરેટિઝમ વિશે હોય. પહેલા સેટ પર કામ કરનારાને પુછો કે ક્યો અભિનેતા કે ડાયરેક્ટર સૌથી દુરવ્યવ્હારી છે. ક્યાં અભિનેતા સાથે તે ફિલ્મમાં કામ કરવાથી મનાઈ કરે છે. અનુરાગ વધુ એક ટ્વીટમાં લખ્યું કે, ફિલ્મના સપોર્ટિંગ એકટર્સના જૂના ઈન્ટરવ્યું જુઓ કે, તેઓ શું કામ ફિલ્મ છોડી હતી. તમે જે રીતે બીજા સાથે રહેશે તેવું પરત તમને મળશે.