મુંબઈઃ બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં નિધન બાદ બોલિવૂડમાં નેપોટિઝમ અંગે ઘણાં પરસ્પર વિરોધાભાસ જોવા મળી રહ્યાં છે. ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો જ એકબીજા પર આરોપ લગાવી રહ્યાં છે. આ ચર્ચામાં અભિનેત્રી કંગના રનૌતે પણ ઘણાં લોકોના નામ લઈને નિશાન બનાવ્યા છે.
જે બાદ ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપે ટ્વિટર હેન્ડલ દ્વારા પોતાની વાત શેર કરી હતી અને ત્યારબાદ બંને કલાકારો વચ્ચે ટ્વિટર વૉર ચાલું થયું હતું. અનુરાગે જ્યારે પોતાનો મુદ્દો ઉઠાવ્યો તેના થોડા સમય પછી, એક યૂઝરે તેમના નિષ્ફળ લગ્ન વિશે દબાણપૂર્વક ટિપ્પણી કરવાનો પ્રયાસ કર્યો હતો. જેને અનુરાગે યોગ્ય જવાબ આપ્યો હતો.