ગુજરાત

gujarat

ETV Bharat / sitara

અનુપમ ખેરે વીડિયો કર્યો શેર, શાહરૂખના કેન્યાઇ ફેનનો જુઓ અલગ અંદાજ - દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે

મુંબઇઃ બોલિવુડના દિગ્ગજ અભિનેતા અનુપમ ખેરે પોતાના ટ્વીટર અકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં બોલિવુડના કિંગખાન શાહરૂખ ખાનના બે કેન્યાઇ પ્રશંસક વર્ષ 1995માં આવેલી તેમની બ્લોકબસ્ટર ફિલ્મ 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે'ના એક ગીત પર લિપ સિંક કરતા જોવા મળ્યા હતા.

શાહરૂખના કેન્યાઇ ફેનનો જુઓ અલગ અંદાજ

By

Published : Sep 13, 2019, 6:47 PM IST

ગુરૂવારે પોતાના ટ્વીટર અકાઉન્ટ પર અનુપમ ખેર દ્વારા શેર કરવામાં આવેલા આ વીડિયોમાં શાહરૂખ ખાનનાં બે કેન્યાઇ ફેન્સ જોવા મળ્યા હતા. આ કેન્યાઇ ફેન્સ 'તુજે દેખા તો...' ગીત પર લિપ સિંક કરતા જોવા મળ્યા હતા. જેને ફિલ્મમાં શાહરૂખ અને કાજોલ પર ફિલ્માવવામાં આવ્યું છે.

આ વીડિયોના કેપ્શનમાં અનુપમ ખેરે લખ્યું કે, 'કેન્યાથી શાહરૂખ અને કાજોલ જે ફિલ્મ 'દિલવાલે દુલ્હનિા લે જાયેંગે'ના પ્રસિદ્ધ ગીત પર લિપ સિંક કરી રહેલું આ કપલ રજૂ કરું છું. આ વીડિયોને તે વ્યક્તિ દ્વારા શેર કરવામાં આવ્યું છે, લલિત પંડિત કે, જેમણે આ ગીતને કમ્પોઝ કર્યું હતું.' આ વીડિયોને અત્યાર સુધીમાં 5.6 હજારથી પણ વધુ લાઇક્સ મળી ચૂકી છે અને તેને 778થી વખત રીટ્વીટ કરવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details