મુંબઈ: દિગ્ગજ અભિનેતા અનુપમ ખેરના જીવન પર ‘કુછ ભી હો સકતા હૈ’ નામના નાટકનું નિર્માણ થયું છે. જે તેમણે તેમની વેબસાઈટ પર ડિજિટલ લોન્ચ કર્યુ છે. ત્યારે આ પ્રસંગે તમામ બોલીવૂડ હસ્તીઓએ તેમને આ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
આ નાટકને ફિરોઝ અબ્બાસ ખાન દ્વારા દિગ્દર્શિત કરવામાં આવ્યું છે. આ નાટકની વાર્તા અભિનેતાના જીવનની મહત્વપૂર્ણ ઘટનાઓ, સફળતા નિષ્ફળતાઓની આસપાસ ફરે છે.
અક્ષયકુમાર, અનિલ કપૂર, પરેશ રાવલ સહિત બોલીવૂડ હસ્તીઓએ સોશિયલ મીડિયા પર લોન્ચ બદલ અનુપમને શુભેચ્છાઓ પાઠવી હતી.