ગુજરાત

gujarat

ETV Bharat / sitara

અનુપમ ખેરે કોને પોતાની અભિનય કારકીર્દિની શરૂઆત કરવાનું કારણ ગણાવ્યું, જાણો - અનુપમ ખેર રોબર્ટ ડી નીરો અને અલ પચિનો

અભિનય જગતના બે મોટા લેજન્ડ્સ, રોબર્ટ ડી નીરો અને અલ પચિનોની જૂની તસવીર શેર કરતા , અનુપમ ખેરે તેમને પોતાની અભિનય કારકીર્દિની શરૂઆત કરવાનું કારણ ગણાવ્યું. ભારતીય અભિનેતાએ બંને દિગ્ગજ સ્ટાર્સને 'ગોડફાધર' તરીકે ગણાવી તેમની પ્રશંસા કરી.

અનુપમ
અનુપમ

By

Published : May 15, 2020, 7:18 PM IST

મુંબઇ: દિગ્ગજ અભિનેતા અનુપમ ખેરે સોશિયલ મીડિયા હેન્ડલ પર હોલીવુડના બે દિગ્ગજો જૂની તસવીર શેર કરી અને કહ્યું કે આ કલાકારોનો તેમની અભિનય કારકિર્દીમાં ખૂબ પ્રભાવ રહ્યો છે.

તેના ઇંસ્ટાગ્રામ પર 'કુછ કુછ હોતા હૈ' અભિનેતાએ ખુલાસો કર્યો કે હોલીવુડ સ્ટાર્સની આ તસવીર તેના મિત્ર દ્વારા મોકલવામાં આવી છે અને કહ્યું હતું કે 'આ 2 તસવીરો છેલ્લા 45 વર્ષમાં અભિનયની વ્યાખ્યા આપી રહી છે'.

અનુપમે પણ તેના કેપ્શનમાં ધ્યાન દોર્યું હતું કે કેવી રીતે બંને સ્ટાર્સ હજી અભિનયની દુનિયામાં પ્રવેશનારા યુવાનો માટે પ્રેરણારૂપ છે. અભિનેતાએ કહ્યું કે આ બંને સ્ટાર્સે જ મને અભિનયની સ્કુલ ખોલવા માટે પ્રેરિત કર્યો છે.

અભિનેતાએ તેની વાત પૂરી કરતા લખ્યું, 'આ બંને વિશ્વ સિનેમાના કિંમતી હીરાઓ છે. ભગવાન તેમને લાંબુ અને સ્વસ્થ જીવન આપે. '

ABOUT THE AUTHOR

...view details