ગુજરાત

gujarat

ETV Bharat / sitara

સુશાંત સિંહના નિધન પર અનુપમ ખેરે દુ:ખ વ્યક્ત કરતા કહ્યું, "સુશાંતે આવું કેમ કર્યું?" - સુશાંત સિંહ રાજપૂત

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના સમાચારથી સમગ્ર બોલિવૂડમાં આઘાતનો માહોલ છે. સેલેબ્રિટીઓ પોતાની સંવેદના સોશિયલ મીડિયા પર વ્યકત કરી રહ્યા છે. બોલિવૂડ અભિનેતા અનુપમ ખેરે પણ સુશાંતના મોત પર એક પોસ્ટ શેર કરી હતી.

Sushant Singh
સુશાંત સિંહ

By

Published : Jun 15, 2020, 9:24 AM IST

મુંબઈ: બોલીવૂડ અભિનેતા અનુપમ ખેરે પણ સુશાંત સિંહ રાજપૂતના મોતના સમાચાર પર દુ:ખ વ્યકત કર્યું છે. અનુપમ ખેરે તેના ટ્વીટર પર લખ્યું કે, મારા વ્હાલા સુશાંત આખરે શા માટે આવું કર્યું? સુશાંતના મોતના સમાચારથી આખા બોલીવૂડમાં શોકનું મોજૂ છે. બધાંને એ જ સવાલ છે કે, તેણે આવું કેમ કર્યું. સુશાંતને એકતા કપૂરની સિરિયલ 'પવિત્ર રિશ્તા'થી ઓળખ મળી હતી. ત્યારબાદ તેને ફિલ્મો મળવાનું શરૂ થઇ ગયું. તે ફિલ્મ 'કાઇપો છે'માં લીડ રોલમાં દેખાયો હતો. આ પછી તેણે ફિલ્મ શુદ્ધ દેશી રોમાંસ'માં વાણી કપૂર અને પરિણીતી ચોપડા સાથે કામ કર્યું હતું.

તેણે મહેન્દ્રસિંહ ધોનીની બાયોપિકમાં કામ કર્યા બાદ તેને સૌથી વધુ સફળતા મળી. આ ફિલ્મમાં તેમના કામની ખૂબ પ્રશંસા થઈ હતી. સુશાંતે 34 વર્ષની ઉંમરમાં જ દુનિયાને અલવિદા કરી દીધી. આ સમાચારથી બોલિવૂડ સેલેબ્રિટી ચોંકી ઉઠ્યા છે. તેમજ સોશિયલ મીડિયા પર પોતાની સંવેદના વ્યક્ત કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details