ગુજરાત

gujarat

ETV Bharat / sitara

અનુપમ ખેરે ઈન્સ્ટાગ્રામ પર કવિતા કરી શેર, યુઝર્સે કવિતામાં આપી પ્રતિક્રિયા - અનુપમ ખેર ન્યૂઝ

બૉલીવુડ અભિનેતા અનુપમ ખેેરે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે એક કવિતા સંભળાવતા જોવા મળે છે. સોશિયલ મીડિયામાં તેમની આ પોસ્ટ પર યુઝર્સ પણ કવિતામાં પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Etv Bharat
Anupam kher

By

Published : May 2, 2020, 8:37 PM IST

મુંબઈઃ સતત શૂટિંગમાં વ્યસ્ત રહેતા બૉલીવુડ સ્ટાર્સ લોકડાઉનમાંં પોતાના પરિવાર સાથે ઘરમાં ટાઈમ સ્પેન્ડ કરી રહ્યાં છે. આ સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી ફેન્સને સંદેશો આપવાની સાથે મનોરંજન પણ પુરૂ પાડી રહ્યાં છે.

તાજેતરમાં અભિનેતા અનુપમ ખેરે એક વીડિયો શેર કર્યો છે જેમાં તે એક કવિતા વાંચી રહ્યાં છે. તેમણે વીડિયોમાં બોલાતા શબ્દો કેપ્શનમાં લખ્યા છે. અનુપમે લખ્યું છે, " જમીર જિંદા રખ, કબીર જિંદા રખ..સુલ્તાન ભી બન જાએ તો, દિલ મે ફકીર જિંદા રખ, હોંસલે કે તરકશમે કોશિશ કા વો તીર જિંદા રખ... હાર જો ચાહે જિંદગીમે સબ કુછ, મગર ફિર સે જીતને કી વો ઉમ્મીદ જિંદા રખ."

અનુપમની કવિતાને સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. ઘણા યુઝર્સો કવિતામાં જ જવાબ આપી રહ્યાં છે, જ્યારે ઘણા તેમના શબ્દોની પ્રશંસા કરી રહ્યા છે. એક યુઝર્સે લખ્યું છે, "ઉમ્મીદ બોલને કો બહુત છોટા શબ્દ હૈ...પર પુરી દુનિયા ઈસ પર કાયમ હૈ, સબ કુછ બનો પર યાદ રખના, તુમ ધરતી કે માલિક નહી, મહેમાન હો" બીજા એક યુઝર્સે ખેરની આ કવિતા પર પ્રતિક્રિયા આપતાં લખ્યું, "તમારો દરેક શબ્દ મનોહર લાગે છે."

શુક્રવારે અનુપમ ખેરે એક વીડિયો શેર કર્યો હતો,જેમાં તે બૉલીુવડ અભિનેતા ઋષિ કપુર અને ઈરફાન ખાનને યાદ કરતાં જોવા મળ્યાં હતાં. નોંધનીય છે. તાજતેરમાં જ બૉલીુવડના બે મહાન અભિનેતા ઋષિ કપુર અને ઈરફાન ખાનનું નિધન થયું છે.

ABOUT THE AUTHOR

...view details