મુંબઈઃ બૉલીવુડ અભિનેતા અનિલ કપૂર અને અનુપમ ખેરે શુક્રવારે પાકિસ્તાનના કરાચીમાં વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકો માટે શોક વ્યક્ત કર્યો છે.
અનુપમ ખેર અેન અનિલ કપુર સહિત સેલેબ્લેસ કરાચની ઘટના પર દુઃખ વ્યક્ત કર્યુ બંને સ્ટારે ટ્વિટર પર લોકોના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યુ છે. આ સાથે જ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકો માટે જલ્દી સાજા થવાની મનોકામના કરી છે.
અનિલ કપુરે લખ્યું કે, કરાચી પ્લેનક્રૈશ અંગે સાંભળી ખુબ જ દુઃખ થયું. આ ઘટનામાં જે લોકોના જીવ ગયાં છે તેમના પરિવારોને સહાનુભુતિ અને જે લોકો ઘાયલ થયાં થે તેમની માટે પ્રાર્થના.
અભિનેતા અનુપમ ખેરે ટ્વિટ કર્યું છે કે, 'આ દુર્ઘટના વિશે સાંભળી દુઃખ થયું, આ ખુબ જ દુઃખદાયક છે. જે લોકોના મોત થયાં છે તેના પરિવારને સહાનુભુતિ અને પ્રાર્થના. ભગવાન તેમને આ દુઃખમાંંથી ઉગરવાની શક્તિ આપે, ઘાયલો માટે પ્રાર્થના.'
આ સાથે જ બૉલીુવડ અભિનેત્રી સોનમ કપુર, ઝરીન ખાન અને સના ખાન સહિત અનેક સ્ટાર્સેે શોક વ્યક્ત કર્યો છે.