મુંબઇ: 13 જુલાઇ 2001નો દિવસ મારા માટે ખાસ છે તેમ પ્રખ્યાત બોલીવૂડ દિગ્દર્શક અનુભવ સિંહા જણાવી રહ્યા છે. આ દિવસે તેમની પ્રથમ ફિલ્મ 'તુમ બિન' રિલીઝ થઇ હતી. જે દર્શકો તરફથી ખૂબ પ્રશંસા પામી હતી. આ દિવસ પછી તેમની જિંદગી બદલાઇ ગઇ તેવું અનુભવનું કહેવું છે.
અનુભવે તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ફિલ્મનું પોસ્ટર શેર કર્યું હતું. આ ફિલ્મમાં પ્રિયાંશું ચેટરજી, સંદલી સિંહા, હિમાંશુ મલિક અને રાકેશ વશિષ્ઠ મુખ્ય પાત્ર ભજવ્યું હતું.