ગુજરાત

gujarat

ETV Bharat / sitara

પરપ્રાંતિય મજૂરો પર થતાં લાઠીચાર્જ અંગે દિગ્દર્શક અનુભવ સિંહા નારાજગી દર્શાવી - બોલીવુડ ન્યૂઝ

ફિલ્મ નિર્માતા અનુભવ સિંહા બાંદ્રાની ઘટનાથી નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે પોલીસને વિનંતી કરી હતી કે, તેઓ પરપ્રાંતિય મજૂરો પર લાઠીચાર્જ કરવાને બદલે તેમની વાત કરીને સમજાવવાનો પ્રયત્ન કરે.

anubhav sinha
anubhav sinha

By

Published : Apr 15, 2020, 8:47 AM IST

મુંબઇ: ઘરે જવા નીકળેલા બાંદ્રા રેલ્વે સ્ટેશન પર આશરે 3000 પરપ્રાંતિય મજૂરોની ભીડ જામી હતી. જેને દૂર કરવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. આ ઘટના અંગેની વાત કરતાં 'થપ્પડ' ફિલ્મના ડિરેક્ટર અનુભવ સિંહા મુંબઈ પોલીસ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી.

સિંહાએ ટ્વીટ કર્યું, 'હું UP અને બિહારની સરહદોનો છું. હું આ લોકોને ઓળખું છું. હું તેમની સાથે મોટો થયો છું. હું તમને કંઈક કહેવા માગું છું, જ્યારે તેઓ ગુસ્સે થાય છે ત્યારે તેઓ ખૂબ ગુસ્સે થાય છે. તેઓ તેમના ઘરે સો માઇલ ચાલીને જાય છે. આ સમયે તેમને ખાવાની ચિંતા નથી. તેમને સમજો તેમની સાથે વાત કરો. કૃપા કરી તેમની પર લાઠીચાર્જ ન કરો. '

મંગળવારે સવારે, PM મોદીએ જાહેરાત કરી હતી કે, કોરોના વાઈરસ રોગચાળા સામે લડવા લૉકડાઉનનો સમયગાળો હવે 3 મે સુધી લંબાવાશે. આ ઘોષણા બાદ પણ ઘણા પરપ્રાંતિય લોકો બાંદ્રા રેલ્વે સ્ટેશન પહોંચ્યા અને પોતાના ઘરે જવા માટેની માગ કરી રહ્યાં હતા.

ABOUT THE AUTHOR

...view details