મુંબઈ: આગામી દિવસોમાં રમઝાન મહિનો શરુ થવા જઈ રહ્યો છે. ત્યારે આ વખતે લોકડાઉનને કારણે ઘરની બહાર નીકળવાની મનાઈ છે. આવી સ્થિતિમાં રમઝાનની સરળતા માટે ફિલ્મ નિર્માતા અનુભવ સિંહાએ સૌને ઘરમાં જ સેહરી અને ઈફ્તારી કરવા અપીલ કરી છે.
ફિલ્મ નિર્માતા અનુભવ સિંહાએ રમઝાન પહેલા લોકોને આપી સલાહ
ફ્લિમ નિર્દેશક અનુભવ સિંહાએ રમઝાન મહિનો શરૂ થતાં પહેલા એક ટ્વિટ કર્યુ છે. જેમાં તેમણે લોકોને ઘરમાં જ રહીને સેહરી અને ઈફ્તારી કરવાની અપીલ કરી છે. તેમનું આ ટ્વિટ સોશિયલ મીડિયામાં ખુબ જ વાઈરલ થઈ રહ્યું છે.
Anubhav sinha news
નિર્માતા અનુભવ સિંહાએ કહ્યું કે, 'ભાઈઓ, રમઝાન આવે છે. આ વર્ષે ઘરે સેહરી ઇફ્તારી રાખવાની છે. નમાઝ પણ ઘરમાં જ અદા કરવાની છે. રમઝાન માત્ર ત્યાગનો મહિનો છે. ત્યાગ એટલે કે અમુક ખ્વાહીશોને કાબુમાં રાખવી. જનતા શું કહે છે ??? રમઝાન મુબારક બધાને.'
અનુભવ સિંહાના કામની વાત કરીએ તો છેલ્લે તેમની 'થપ્પડ' ફિલ્મ આવી હતી. આગામી સમયમાં અનુભવ સિંહા આયુષ્માન ખુરાના સાથે કામ કરવા જઈ રહ્યાં છે. પરંતુ લોકડાઉનને કારણે હાલ બધા કામકજ ઠપ્પ છે.