મુંબઇઃ ભજન ગાયક અનૂપ જલોટાએ મંગળવારે કહ્યું કે, લંડનથી પરત ફર્યા બાદ કોરોના વાયરસની મહામારીને ધ્યાને રાખીને તેમને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.
અનૂપ જલોટાએ સોશિયલ મીડિયા પર પોતાનો એક ફોટો શેર કરતા આ વાતની જાણકારી આપી હતી. આ ફોટોના કેપ્શનમાં લખ્યું હતું કે, 'હું બીએમસી દ્વારા 60 વર્ષથી વધુના મુસાફરોને આપવામાં આવી રહેલી મેડિકલ કેરનો આભારી છું. મને અહીંયા મિરાજ હોટલથી લાવવામાં આવ્યો છે. અહીંયા મારી પાસે અમુક ડૉક્ટરની ટીમ મોકલવામાં આવી છે. હું તમામ મુસાફરોને અપીલ કરૂં છું કે, તે લેન્ડ કરતા જ ટીમની સાથે કોપ્રેટ કરીને પોતાનું ચેક-અપ કરાવે.'
યૂરોપના હોલેન્ડ, જર્મની, લેસ્ટર અને લંડન જેવા 4 શહેરોમાં પોતાના શોઝ કર્યા બાદ અનૂપ જલોટા બુધવારે સવારે 4 કલાકે લંડનથી મુંબઇના આંતરરાષ્ટ્રીય હવાઇ અડ્ડા પર પહોંચ્યા હતા. જ્યાંથી સીધા તેમને મિરાજ હોટલ લઇ જવામાં આવ્યા હતા અને કોરોના વાયરસના ભયથી આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.