મુંબઇ: અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને હચમચાવી નાખી છે. તેમના મૃત્યુ પર સમગ્ર બોલિવૂડ શોક વ્યક્ત કરી રહ્યું છે.
આવી સ્થિતિમાં તેની પૂર્વ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે પણ સુશાંતના અવસાનના સમાચાર સાંભળીને શોકમાં ડૂબી ગઈ છે. આજે અંકિતા બાંદ્રાના સુશાંતના ફ્લેટમાં પહોંચી હતી, જ્યાં અભિનેતાએ આત્મહત્યા કરી હતી.
અંકિતા સાથે ઘણા લોકો દેખાયા હતા. અંકિતા ખૂબ જ દુખી અને માયુસ દેખાઇ રહી હતી. તેણે માસ્ક અને ગ્લવ્સ પહેર્યા હતા. અંકિતા સાથે હાજર તેનો મિત્ર સંદીપ સિંહ પણ હતો. સુશાંતના મોત અંગે હજી સુધી અંકિતાનું પોતાનું કોઈ નિવેદન બહાર આવ્યું નથી.
પરંતુ અભિનેત્રીના મિત્રો કહે છે કે, અંકિતાની હાલત સારી નથી. અંકિતા અને સુશાંતે 'પ્રવિત્ર રિશ્તા' શૉમાં સાથે કામ કર્યું હતું. ત્યારે બંને એક બીજાને ખૂબ પ્રેમ કરતા હતા. તે લગ્ન પણ કરવાના હતા. પરંતુ 6 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા પછી તેઓ અલગ થઈ ગયા.