- મિલિંદ સોમણની પત્ની અંકિતા કોન્વારે આપ્યુ સ્ટેટમેન્ટ
- નોર્થઈસ્ટર્નને લોકો ભારતીય કેમ નથી ગણતા? : અંકિતા
- અંકિતાના નોર્થઈસ્ટર્ન ફેન્સે પણ કર્યા સવાલ
ન્યૂઝ ડેસ્ક:તાજેતરમાં જ મીરાબાઈ ચાનુ (Mirabai Chanu) એ ઓલિમ્પિક 2020માં વેઈટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ મેળવી દેશનું ગૌરવ વધાર્યુ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત ઘણાં બધા બોલિવૂડ સિલેબ્સે સોશિયલ મીડિયાના માધ્યમથી શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યારે બોલિવૂડ એક્ટર અને રનર મિલિંદ સોમણની પત્ની અંકિતા કોન્વારે પણ મીરાબાઈ ચાનુની આ સફળતા ઉપર કમેન્ટ કરી છે.
અંકિતા કોન્વારે કર્યુ ટ્વીટ આ પણ વાંચો- Tokyo Olympic 2020: મીરાબાઈ ચાનુએ જીત્યો સીલ્વર મેડલ, વડાપ્રધાન મોદી સહિતનાઓએ અભિનંદન પાઠવ્યાં
અંકિતાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી પોસ્ટ
અંકિતા કોન્વારે 27 જુલાઈના રોજ ઈન્સાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણે ભારતના લોકો નોર્થઈસ્ટર્ન ભારતીયો તરફના પૂર્વગ્રહ પર ટિપ્પણી કરી છે. તેણે લખ્યુ છે કે, " જો તમે નોર્થઈસ્ટર્ન છો તો તમે 'ભારતીય' તરીકે ત્યારે જ ઓળખાશો જ્યારે તમે દેશને કોઈ મેડલ મેળવી આપશો, અન્યથા અમે નોર્થઈસ્ટર્ન્સ 'ચિન્કી', 'ચાઈનિઝ', 'નેપાળી' અને હમણાં આવેલા નવા એડિશન 'કોરોના' તરીકે જ ઓળખાઈએ છીએ. ભારત માત્ર જાતિવાદ જ નહિં રંગભેદથી પણ પીડાઈ રહ્યો છે, આ હું મારા પોતાના અનુભવો પરથી કહી રહી છું. #Hypocrites (ઢોંગી લોકો) "
આ પણ વાંચો- Tokyo Olympics 2020: મીરાબાઈ ચાનુએ સિલ્વર મેડલ જીતી ભારતનું ખાતુ ખોલ્યું, B-Town Celebsએ વરસાવી શુભેચ્છા
ફેન્સએ કર્યો અંકિતાને સપોર્ટ
અંકિતાએ જ્યારે પોતાના વિવિધ સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર આ મુદ્દો ઉઠાવ્યો ત્યારે માત્ર તેના ફેન્સ જ નહિં પરંતુ ધણા બઘા નોર્થઈસ્ટર્ન્સ દ્વારા તેની આ પોસ્ટને વાયલર કરવામાં આવી રહી છે. તેના પર તેના ફેન્સએ કમેન્ટ કરતા લખ્યુ હતું, 'ખૂબ સાચી વાત છે, હું એક આસામી છું અને આ વાત ખૂબ સારી રીતે સમજી શકું છું", અન્ય એક યૂઝરે કમેન્ટ કરી હતી કે, ખૂબ સાચી વાત છે, આ સત્યનો સ્વીકાર કરતાં મને ખૂબ જ દુ:ખ થઈ રહ્યું છે" આવી કેટલીય કમેન્ટ અંકિતાના સપોર્ટમાં તેના ફેન્સ કરી રહ્યા હતાં.