ગુજરાત

gujarat

ETV Bharat / sitara

અનિલ કપૂરને CEUCC દ્વારા કરવામાં આવશે સમ્માનિત - Bollywood News

મુંબઈઃ અભિનેતા અનિલ કપૂરને ‘યુરોપ દિવસ’ સમારોહમાં ભારતમાં યુરોપીય સંઘના એક પ્રતિનિધિમંડળ અને કાઉન્સિલ ઑફ યુરોપિયન યૂનિયન ચૈન્બર્સ ઑફ કૉમર્સ દ્વારા શુક્રવારે સમ્માનિત કરવામાં આવશે.

Anil Kapoor

By

Published : May 17, 2019, 9:54 AM IST

અનિલ કપૂર આ સમારોહમાં મુખ્ય મહેમાન રહેશે. આ સિવાય ભારતમાં યુરોપીય સંઘના રાજદૂત ટૉમાજ કોજ્લોસ્કી, યુરોપીય સંઘના રાજદ્વારી દૂત અને યુરોપીય અને ભારતીય કોર્પોરેટના વરિષ્ઠ પ્રતિનિધિ પણ સામેલ થશે.

યુરોપિયન યુનિયનના નિર્માણને ચિહ્નિત કરવા માટે દર વર્ષે 9 મેના દિવસે યુરોપ દિવસ ઉજવવામાં આવે છે.

એક અધિકારીએ કહ્યું કે, “અનિલ કપૂરને દશકાના બાળકોના અધિકારોને પ્રોત્સાહન આપવા માટે, યુરોપિય સંઘને પોતાનો સહયોગ આપવા અને ભારતની યુવતીઓના અધિકારોની યોજના બનાવવા માટે સમ્માનિત કરવામાં આવશે.”

આ સમારંભમાં જણવવામાં આવશે કે, કઈ રીતે યુરોપ હંમેશાથી ભારતીય ફિલ્મ નિર્માતાઓ માટે પસંદગીનું શૂટિંગ સ્થળ રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details