ગુજરાત

gujarat

ETV Bharat / sitara

અનિલ કપૂરે રિષી કપૂર સાથેની હેપ્પીએસ્ટ ક્ષણો શેર કરી - મુંબઇમાં કોરોના વાઇરસની અસર

પોતાની પુત્રી સોનમ કપૂર અને રણબીર કપૂરની ડેબ્યૂ ફિલ્મ સાવરિયાના પ્રીમિયરનો ફોટો શેર કરતા સ્ટાર અનિલ કપૂરે સ્વર્ગીય રિષી કપૂરને યાદ કર્યા.

etv bharat
અનિલ કપૂરે રિષી કૂર સાથેની હેપ્પીએસ્ટ ક્ષણો શેર કરી

By

Published : May 13, 2020, 5:22 PM IST

મુંબઇ: દિગ્ગજ અભિનેતા અનિલ કપૂરે બુધવારે તેમના દોસ્ત અને સ્વર્ગીય અભિનેતા રિષી કપૂરને યાદ કરતા પુત્ર રણબીર કપૂરની ડેબ્યુ ફિલ્મ સાવરિયાના લોન્ચના ફોટા શેર કર્યા છે. આ તસવીરોમાં રિષી, અનિલ અને રણબીર હસતા જોવા મળી રહ્યા છે.

આ ફિલ્મથી અનિલ કપૂરની પુત્રી સોનમ કપૂર આહૂજાએ પણ રણબીર કપૂરની સાથે ડેબ્યૂ કર્યુ હતું.

અનિલએ ફિલ્મના પ્રીમિયરની કેટલીક તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. જેમાં અનિલ કપૂરની પત્ની સુનીતા કપૂર અને રિષી કપૂરની પત્ની અને અભિનેત્રી નીત કપૂર પણ જોવા મળી રહી છે.

'મલંગ' અભિનેતાએ પોસ્ટ સાથે કેપ્શનમાં લખ્યું,કે 'જેમ્સને યાદ કરતા .... સોનમ અને રણબીરના કરિયર લોન્ચિંગને શેર કરી રહ્યો છુ, જે મારી જિંદગીની સૌથી હૈપ્પીએસ્ટ ક્ષણો રહી છે.'

ABOUT THE AUTHOR

...view details