ગુજરાત

gujarat

ETV Bharat / sitara

અનિલ કપૂરની ફિલ્મ 'વો સાત દિન'ને 37 વર્ષ પૂર્ણ - 'વો સાત દિન' અનિલ કપૂર

અનિલ કપૂરની ફિલ્મ 'વો સાત દિન' 1983માં રજૂ થયેલી જેને 37 વર્ષ પૂરા થયા છે. ત્યારે અભિનેતાએ તેમના સોશીયલ મીડિયા હેન્ડલ પર ફિલ્મનું પોસ્ટર શેર કરી જૂના દિવસો યાદ કર્યા હતા.

અનિલ કપૂરની ફિલ્મ 'વો સાત દિન'ને 37 વર્ષ પૂર્ણ થયા
અનિલ કપૂરની ફિલ્મ 'વો સાત દિન'ને 37 વર્ષ પૂર્ણ થયા

By

Published : Jun 24, 2020, 9:06 PM IST

મુંબઈ: બોલિવુડના એવર યંગ અભિનેતા અનિલ કપૂરે તેની 1983માં રજૂ થયેલી ફિલ્મ ‘વો સાત દિન’ 37 વર્ષ પૂર્ણ કરતા પોતાના સોશીયલ મીડિયા એકાઉન્ટ પર તેમણે ફિલ્મનું પોસ્ટર શેર કર્યું હતું.

અનિલે લખ્યું, "હું હંમેશા જિંદગીમાં આગળ જોઈને ચાલુ છું પરંતુ કેટલીક સફળતાઓને ભૂલવી ન જોઈએ. ‘વો સાત દિન’ 37 વર્ષ પૂર્ણ કર્યા. આટલા વર્ષોમાં સ્ટાર, એક્ટર તરીકેની યાત્રામાં ઘણા ઉતાર ચડાવ આવ્યા છે. પહેલા સ્ટાર, પછી સુપર સ્ટાર, પછી ફ્લોપ સ્ટાર પછી ફરી બેઠો થયો. આંતરરાષ્ટ્રીય સ્ટાર પણ બન્યો.

અભિનેતાએ જણાવ્યું કે તેના માટે લેબલ ક્યારેય મહત્વ નથી ધરાવતું, "હું મારી પ્રતિભા અને ક્ષમતાથી પરિચિત હતો. મારે ફક્ત કામ કરવું હતું. 37 વર્ષ બાદ પણ હું એવો છું. આગળ જતાં પણ એવો ને એવો જ રહીશ. આ યાત્રામાં મને સાથ આપવા માટે મારા ચાહકો, ફિલ્મેકર્સ, કો-સ્ટાર્સનો આભાર."

ABOUT THE AUTHOR

...view details