ગુજરાત

gujarat

ETV Bharat / sitara

"અંગ્રેજી મીડિયમ"નું ટ્રેલર રિલીઝ, ઇરફાન ખાનની ધમાકેદાર રિ-એન્ટ્રી - ઇરફાન ખાનની કમબેક ફિલ્મ

ઇરફાન ખાનની કમબેક ફિલ્મ "અંગ્રેજી મીડિયમ"નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. ફિલ્મ નિર્માતા દ્વારા ગુરૂવારે ફિલ્મનો ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું.

"અંગ્રેજી મીડિયમ"નો ટ્રેલર રિલીઝ: ઈરફાન ખાનની ધમાકેદાર રીએન્ટ્રી
"અંગ્રેજી મીડિયમ"નો ટ્રેલર રિલીઝ: ઈરફાન ખાનની ધમાકેદાર રીએન્ટ્રી

By

Published : Feb 13, 2020, 2:58 PM IST

મુંબઇ: ઇરફાન ખાનની ફિલ્મ ‘અંગ્રેજી મીડિયમ’નું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ફિલ્મમાં ઇરફાન ઉપરાંત કરીના કપૂર ખાન, ડિમ્પલ કાપડિયા, રાધિકા મદન, પંકજ ત્રિપાઠી તથા રણવીર શૌરી સહિતના કલાકારો છે. આ ફિલ્મ વર્ષ 2017માં રિલીઝ થયેલી ‘હિંદી મીડિયમ’ની સીક્વલ છે. આ ફિલ્મ 20 માર્ચે રિલીઝ થશે.

આ ટ્રેલરની શરૂઆતમાં ઇરફાન ખાન દીકરી રાધિકા મદનના સ્કૂલ ફંક્શનમાં હાજરી આપે છે.અહીં તે સ્ટેજ પર હિંદી-અંગ્રેજીમાં સ્પીચ આપે છે. ટ્રેલરમાં રાધિકા પિતા ઇરફાનને પોતાને લંડનમાં ભણવા જવાની વાત કરે છે. ઇરફાન મીઠાઈની દુકાનનો માલિક હોય છે. ઇરફાન દીકરીને લંડન ભણવા મોકલવાનું નક્કી કરે છે. જો કે, તેની પાસે પૂરતા પૈસા પણ હોતા નથી. તે કેવી રીતે દીકરીનું લંડન ભણવા જવાનું સપનું પૂરું કરે છે તે તો ફિલ્મ રિલીઝ થયે જ ખબર પડશે. આ ટ્રેલરમાં કરીના કપૂર પણ પોલીસના રોલમાં જોવા મળે છે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2018માં ઇરફાન ખાનને ન્યૂરોએન્ડોક્રાઇન ટ્યૂમર થયાનું નિદાન કરવામાં આવ્યું હતું. ઇરફાને લંડનમાં સર્જરી પણ કરાવી હતી અને ત્યારબાદ આ ફિલ્મનું શૂટિંગ લંડનમાં કર્યું હતું. ઇરફાન ખાન ભાગ્યે જ જાહેરમાં જોવા મળે છે.

ABOUT THE AUTHOR

...view details