મુંબઈ:દિલ્હી, કેરળ અને જમ્મુ-કશ્મીરના સિનેમાઘરો આગામી 31 માર્ચ સુધી બંધ રહશે. કોરોના વાયરસને લઇને સરકારે આ નિર્ણય જાહેર કર્યો છે. જેથી આ રાજ્યોમાં ઈરફાન ખાન સ્ટારર ફિલ્મ અંગ્રેજી મીડિયમ રિલીઝ કરવામાં નહીં આવે. જોકે ફિલ્મ નિર્માતા દિનેશ વિજાને જણાવ્યું છે કે, જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે આ ફિલ્મ રિલીઝ કરવામાં આવશે.
ગુરૂવારે દિલ્હીમાં શાળા, કોલેજ સહિત સમામ સિનેમાઘરો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે અક્ષય કુમારી સ્ટારર ફિલ્મ સૂર્યવંશીને પણ પોસ્ટપોન્ડ કરવામાં આવ્યી છે. જોકે અંગ્રેજી મીડિયમના નિર્માતાઓએ જણાવ્યું છે કે, દેશના બીજા રાજ્યોમાં ફિલ્મ રિલીઝ કરવામાં આવી છે.