મુંબઇ : અંગ્રેજી મીડિયમના ડિઝિટલ રિલીઝથી તમામ બોલીવુડ સ્ટારમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેમ સોમવારના રોજ ફિલ્મ ઓનલાઇન સ્ટ્રીમ આવી ગઇ,બોલીવુડ સેલેબ્સે સોશિયલ મીડિયાના માધ્યમથી ફિલ્મ જોવાની સલાહ આપી હતી.
ઇરફાન ખાન સ્ટારર ફિલ્મને જોવા માટે કરણ જોહરે સોશિયલ મીડિયા પર લખ્યું કે ખુબ જ ખાસ ફિલ્મ સમગ્ર પરિવાર સાથે બેસીને આ ફિલ્મ જોઇ શકે છે.આવા સમયમાં આશાની એક કિરણની જરૂર બધાને હોય છે.મારા મિત્ર દિનેશ વિજાન અને હોમી અદજાનિયાને અભિનંદન કે તેમણે સ્ક્રીન પર જાદુ ફેલાવી દિધો છે.અરફાનનો અભિનય અને સુંદક કાસ્ટ ફિલ્મ શાનદાર છે.