ગુજરાત

gujarat

ETV Bharat / sitara

અનન્યા પાંડેને આ બૉલીવુડ એક્ટર ખુબ પસંદ છે, જાણો કોણ છે આ હિરો... - Bollywood

મુંબઈઃ બૉલીવુડ એકટ્રેસ અનન્યા પાંડેને એક્ટર વરૂણ ધવન ખુબ જ પસંદ છે. અનન્યા પાંડેએ જણાવ્યું કે, બોલીવુડ એક્ટર્સમાં વરૂણ ધવન ખુબ જ હોટ છે અને તે મને ખુબ જ પસંદ છે. એક કાર્યક્રમમાં અનન્યા પાંડેએ વરૂણને લઈ દીલ ખોલીને વાત કરી હતી.

bollywood

By

Published : Jun 9, 2019, 7:00 PM IST

'સ્ટુડન્ટ ઓફ ધ યર 2' થી બોલીવુડમાં ડેબ્યુ કરનાર અનન્યા પાંડેએ એક કાર્યક્રમમાં તેના ફેવરીટ બૉલીવુડ એક્ટર વિશે વાત કરી હતી. તેણીએ કહ્યું હતું કે "બોલીવુડ એક્ટર્સમાં વરૂણ ધવન ખુબ જ હોટ છે અને તે મને ખુબ જ પસંદ છે. જો કોઈ અભિનેતા સાથે હોટ કે રોમેન્ટિક સીન કરવો પડે તો તે સીન હું વરૂણ ધવન સાથે કરવાનું પસંદ કરીશ. મને વરૂણ ધવન ખુબ જ હૉટ લાગે છે."

અનન્યા પાંડે

વધુમાં અનન્યા પાંડેએ ટ્રોલ મુદ્દે પણ વાત કરી હતી. તેણીએ કહ્યું કે, “હું પાતળી હોવાથી લોકો વાતો કરે છે, તેમજ તેને લઈ મને ટ્રોલ પણ કરે છે, પરંતુ આ બાબતથી મને કોઈ ફર્ક પડતો નથી. જો કે, હું ખુબ વધારે ખાઉં છું અને ખાતી રહીશ. હાલ મને દર્શકો પાસેથી ખુબ જ પ્રેમ મળી રહ્યો છે તો નાપંસદ કરતા લોકોની મને કોઈ ચિંતા નથી.”

ABOUT THE AUTHOR

...view details