- ઉત્તરાખંડના નવા મુખ્યપ્રધાન તીરથસિંહ રાવત ફરી વિવાદમાં
- મહિલાઓની ફાટેલી જિન્સ અંગે તીરથસિંહે કરી હતી ટિપ્પણી
- નવ્યાએ મુખ્યપ્રધાનને માનસિકતા બદલવાની સલાહ આપી
- અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદાએ આપી સલાહ
આ પણ વાંચોઃઉત્તરાખંડના નવા મુખ્યપ્રધાન તીરથસિંહ રાવત
દહેરાદૂનઃ મુખ્યપ્રધાન તીરથસિંહ રાવત સત્તા સંભાળતા જ બેફામ નિવેદનો કરી રહ્યા છે. હાલમાં જ રાજધાની દહેરાદૂનમાં બાળ અધિકાર સંરક્ષણ પંચ તરફથી આયોજિત રાષ્ટ્રીય સ્તરીય કાર્યશાળામાં તેઓ આવ્યા હતા. અહીં મુખ્યપ્રધાને મહિલાઓની ફાટેલી જિન્સ અંગે નિવેદન આપ્યું હતું. બસ આના પછી તો તેમનું આ નિવેદન સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થયું હતું. ત્યાર પછીથી મુખ્યપ્રધાનની ચારે તરફ ટીકા થઈ રહી છે. મહત્ત્વની વાત તો એ છે કે, અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદાએ હવે મુખ્યપ્રધાનના નિવેદનની ટીકા કરી છે. નવ્યાએ મુખ્યપ્રધાનને માનસિકતા બદલવાની સલાહ આપી.