- અમિતાભ બચ્ચનની દોહિત્રીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો વીડિયો
- વીડિયોમાં નવ્યા નવેલી નંદા પિયાનો વગાડી રહી છે
- નવ્યાએ વીડિયોની સાથે કઈ ધૂન છે તે અંગે લોકોને પૂછ્યું
મુંબઈ અભિનેતા અમિતાભ બચ્ચન( Amitabh Bachchan)ની દોહિત્રી નવ્યા નવેલી (Navya Naveli) નંદાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને ધૂમ મચાવી દીધી છે. આ વીડિયોમાં નવ્યા પિયાનો વગાડી રહી છે. આ સાથે જ તેણે કેપ્શનમાં લખ્યું હતું કે, 10 પોઈન્ટ્સ ફોર ગેસિંગ ધ સોન્ગ. એટલે કે તે આ વીડિયો શેર કરીને લોકોને પૂછી રહી છે કે, તે જે ધૂન વગાડી રહી છે તે કોની છે.
ઝોયા અખ્તરે નવ્યાના કર્યા વખાણ
નવ્યાએ પિયાનો વગાડતા વીડિયો શેર કર્યો છે જેના પર અનેક લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ સાથે જ જાવેદ અખ્તરની પૂત્રી અને ફિલ્મ નિર્દેશક ઝોયા અખ્તરે નવ્યાના વીડિયોમાં પ્રતિક્રિયા આપી નવ્યાના વખાણ કર્યા છે. આ ઉપરાતં બોલિવુડના અનેક કલાકારો નવ્યાના વીડિયોના વખાણ કરી રહ્યા છે.