મુંબઈ: બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયામાં ઘણા સક્રિય રહે છે. હાલમાં તેઓ કોરોના વાઈરસ અંગે લોકોને જાગૃત કરી રહ્યાં છે. આ માટે તેમણે એક વીડિયો શેર કર્યો હતો. જેને તેમણે 'માનવતા માટેનું એક નાનું પગલું' ગણાવ્યું હતું.
બીગ બીએ સોશિયલ મીડિયા પર શેર કર્યું, 'માનવતા માટેનું એક નાનું પગલું' - મેગાસ્ટાર અમિતાભ બચ્ચને શેર કર્યો વીડિયો
બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયામાં ઘણા સક્રિય રહે છે. હાલમાં તેઓ કોરોના વાઈરસ અંગે લોકોને જાગૃત કરી રહ્યાં છે. આ માટે તેમણે એક વીડિયો શેર કર્યો હતો. જેને તેમણે 'માનવતા માટેનું એક નાનું પગલું' ગણાવ્યું હતું.
બિગ બી એ દેશભરમાં પ્રેમ અને કરૂણા ફેલાવવા માટેની પહેલ શેર કરવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો છે. શેર કરેલા આ વીડિયો મેસેજમાં બચ્ચને અલગ અલગ સમયમાં પોતાનો અવાજ આપ્યો છે. તેમણે જણાવ્યું કે, કટોકટીના સમયમાં મનુષ્યોએ ભૂલવું ન જોઇએ કે, માણસો એકબીજા પર નિર્ભર છે. તેમણે કોરોના વાયરસ સંકટના હાલના દૃશ્ય સાથે સંદેશને જોડ્યો અને કહ્યું કે, સામાજિક તફાવતોને લોકોની માનવતામાંથી દૂર ન કરવા જોઈએ.
આજે હેન્ડવોશિંગ અને સામાજિક અંતર આપણી સુરક્ષા માટે સર્વોપરી થઇ ગયું છે. તેણે વધુમાં જણાવ્યું કે, આપણે આપણી આસપાસના લોકો પર સંદેહ કરવો જોઇએ નહિ. તેમજ આપણે આપણી આસપાસના લોકોને છોડવા જોઈએ નહિ, ચાલો આપણે જાગૃત રહીએ, ચાલો દયાળુ રહીએ, ચાલો આપણે માનવ બનીએ. "