બોલીવુડના મહાનાયક ગણાતા અમિતાભ બચ્ચનને ભારતીય સિનેમાનો સર્વશ્રેષ્ઠ પુરસ્કાર 'દાદા સાહેબ ફાળકે' એવોર્ડ એનાયત કરવામાં આવશે. કેન્દ્રિય પ્રધાન પ્રકાશ જાવડેકરે આ અંગે ટ્વિટ કરી જાણકારી આપી હતી.
અમિતાભ બચ્ચનને મળશે ભારતીય સિનેમાનો સર્વશ્રેષ્ઠ અવોર્ડ - ભારતીય સિનેમાનો સર્વશ્રેષ્ઠ અવોર્ડ
નવી દિલ્હીઃ ભારતીય સિનેમાનો સર્વોત્તમ અને પ્રતિષ્ઠિત પુરસ્કાર અમિતાભ બચ્ચનને આપવામાં આવશે. કેન્દ્રિય પ્રધાન પ્રકાશ જાવડેકર દ્વારા આ માહિતી આપવામાં આવી હતી.
![અમિતાભ બચ્ચનને મળશે ભારતીય સિનેમાનો સર્વશ્રેષ્ઠ અવોર્ડ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4542081-59-4542081-1569335169293.jpg)
ફાઈલ ફોટો
પ્રકાશ જાવડેકરે ટ્વિટ કર્યુ હતુ કે "લિજેન્ડ અમિતાભ બચ્ચન જેઓએ બે પેઢીઓ સુધી આપણને મનોરંજન કરાવ્યું છે. તેઓને એકમતથી દાદા સાહેબ ફાળકે અવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે. હું તેઓને હાર્દિક શુભેચ્છા પાઠવું છું"
70 વર્ષીય અમિતાભ બચ્ચચન 1970ના દાયકામાં ' ઝંઝીર, 'દીવાર' અને 'શોલે' જેવી ફિલ્મોમાં કામ કરી યુવા પેઢીના ઓન સ્ક્રિન આઈકન બની ઉભરી આવ્યા હતા.