મુંબઈ: બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન હાલમાં કોરોના વાયરસથી સંક્રમિત છે. આવી સ્થિતિમાં તેમના ફેંસ તેની તબિયતને લઇને ખૂબ જ ચિંતિત છે. દેશભરમાંથી તેમના ફેંસ અમિતાભ બચ્ચન માટે દિવસ-રાત પ્રાર્થના કરી રહ્યા છે.
જો કે, બિગ બી આ દરમિયાન સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે અને ફેંસના આ પ્રેમ અને પ્રાથના માટે તેમનો આભાર પણ વ્યક્ત કરી રહ્યા છે.
તાજેતરમાં જ બિગ બીએ પોતાની ટ્વીટ દ્વારા ફરી એકવાર ફેંસનો આભાર માન્યો છે. આ વખતે તેમણે લોકોને એમ પણ કહ્યું કે, તે લોકોની અંદર રહેલા તેમના પ્રત્યેનો પ્રેમ અને સપોર્ટને ક્યારેય ભૂલી શકતા નથી.
બિગ બીએ પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, 'તમે જે પ્રેમ અને સપોર્ટ સાથે મારી સાથે ઉભા રહો છો તે જ મારી શક્તિ છે ... હું તેને ક્યારેય મારા અંદરથી જવા નહિ દઉં... તેથી ભગવાન મારી મદદ કરે'.