મુંબઈ: બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચન કોરોના વાઇરસથી સંક્રમિત થયા છે અને હાલ તે નાણાવટી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.
અમિતાભ સિવાય બચ્ચન પરિવારમાં અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય અને આરાધ્યાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.
આ સમયમાં અમિતાભ તેમના ફેન્સ સાથે જોડાયેલા છે અને પછી પોસ્ટ શેર કરી રહ્યા છે.
અમિતાભ બચ્ચન તેના ફેન્સનો માની રહ્યા છે આભાર
મોડી રાત્રે બિગ બીએ ટ્વિટર પર પોસ્ટ શેર કરી લખ્યું બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મારા સ્વાસ્થ્ય સુધારા માટે આશીર્વાદ અને પ્રેમ મળી રહ્યો છે. હોસ્પિટલના કેટલાક નિયમો છે વધારે નહીં જણાવી શકીશ.
બિગ બીએ ભગવાનનો ફોટો શેર કરી જેમાં તેણે ભગવાનને યાદ કરતા લખ્યું હતું ત્વમેવ માતા ચ પિતા 'ત્વમેવ, ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિનમ ત્વમેવ, ત્વમેવ સર્વ મ મમ દેવ દેવ,'
બીજા એક ફોટોમાં અમીતાબેન લખ્યું હતું, ‘ભગવાનના ચરણોમાં સમર્પિત’.
અમિતાની આ પોસ્ટ પર ફેન્સ કમેન્ટ કરી રહ્યા છે. ઈશ્વર તમને જલ્દી સ્વસ્થ કરી દે.