મુંબઈઃ બોલીવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચનનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે ત્યારબાદ તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અભિષેક બચ્ચને ટ્વીટ કરીને આ વિશે માહિતી આપી છે. અભિષેકે ટ્વિટ કર્યું - મારા પિતાનો લેટેસ્ટ કોવિડ-19નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હવે તે ઘરે આરામ કરશે. તમારી પ્રાર્થના અને શુભેચ્છાઓ બદલ આભાર.
અમિતાભ બચ્ચનનો કોરોના રિપોર્ટ આવ્યો નેગેટિવ, હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ - કોવિડ -19 પોઝિટિવ
અમિતાભ બચ્ચનનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેમને નાણાવતી હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અભિષેક બચ્ચને ટ્વિટ કરી આ વાતની જાણકારી આપી છે.
અમિતાભ બચ્ચન
આ સાથે અભિષેકે એક અન્ય ટ્વિટમાં કહ્યું કે તે હજી પણ કોરોના વાયરસથી સંક્રમિત છે અને તેની સારવાર ચાલુ રહેશે.
બીજા એક ટ્વિટમાં તેમણે લખ્યું કે, "દુર્ભાગ્યે હું હજી પણ કોવિડ -19 પોઝિટિવ અને હોસ્પિટલમાં છું. ફરી એકવાર, મારા પરિવાર માટે શુભેચ્છાઓ અને પ્રાર્થના બદલ આપ સૌનો આભાર. હું ટૂંક સમયમાં આ વાઇરસને હરાવીશ અને હું તંદુરસ્ત પરત આવીશ... વચન. "