ગુજરાત

gujarat

ETV Bharat / sitara

અમિતાભ-અભિષેક બચ્ચન એક જેવા કપડાંમાં જોવા મળ્યા - અમિતાભ-અભિષેક બચ્ચન

અમિતાભ બચ્ચને હાલમાં જ દીકરા અભિષેક બચ્ચન સાથેની એક તસવીર શેર કરી હતી. આ તસવીરમાં પિતા-પુત્ર લાલ તથા સફેદ રંગના કપડાંમાં જોવા મળે છે.

અમિતાભ-અભિષેક બચ્ચન એક જેવા કપડાંમાં જોવા મળ્યા
અમિતાભ-અભિષેક બચ્ચન એક જેવા કપડાંમાં જોવા મળ્યા

By

Published : Mar 6, 2020, 7:16 PM IST

મુંબઈ : અમિતાભે દીકરા સાથેની તસવીર શેર કરીને કહ્યું હતું કે, બડે મિયાં તો બડે મિયાં છોટે મિયાં સુભાન અલ્લાહ. જ્યારે દીકરો તમારા કપડાં અને ચંપલ પહેરવા લાગે તો તે તમારો મિત્ર બની જાય છે. ઉલ્લેખનીય છે કે, 1998માં ‘બડે મિયાં છોટે મિયાં’ ફિલ્મ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન તથા ગોવિંદા હતાં. ઉલ્લેખનીય છે કે, અભિષેક તથા અમિતાભે ‘પા’, ‘બંટી ઔર બબલી’, ‘સરકાર’, ‘સરકાર રાજ’ જેવી ફિલ્મમાં સાથે કામ કર્યું છે.

આ પહેલાં અમિતાભ બચ્ચને ઈમોજીને લઈ એક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં બિગ-બીએ અલગ-અલગ હાર્ટ ઈમોજીના અર્થ સમજાવ્યા હતાં. તેમણે કહ્યું હતું કે, ક્યારેય વિચાર્યું નહોતું કે અલગ-અલગ રંગની હાર્ટ ઈમોજીનો અર્થ પણ અલગ થાય છે. રેડ હાર્ટનો અર્થ સાચો પ્રેમ તથા રોમાન્સ. બ્લેક હાર્ટ દુઃખને દર્શાવે છે. પીળું હાર્ટ ખુશી તથા દોસ્તીનું પ્રતિક છે. ગ્રીન હાર્ટનો અર્થ હેલ્થી લિવિંગ થાય છે તો બ્લૂ હાર્ટ વિશ્વાસ તથા શાંતિ બતાવે છે.

ABOUT THE AUTHOR

...view details