ગુજરાત

gujarat

ETV Bharat / sitara

બિગ બીએ તેની 47 મી મેરેજ એનિવર્સરીની એક તસ્વીર પોસ્ટ કરી એક ખાસ સીક્રેટ કહ્યું - બોલિવૂડ સુપરસ્ટાર

બિગ બી 3 જૂને તેની 47 મી મેરેજ એનિવર્સરીની ઉજવણી કરી રહ્યા છે. આ પ્રસંગે અભિનેતાએ ઇન્સ્ટાગ્રામ પર એક તસ્વીર પોસ્ટ કરી હતી અને સાથે એક સીક્રેટ પણ કહ્યું હતું.

amitabh-bachchan-shares-his-wedding-story
બિગ બી તેની 47 મી મેરેજ એનિવર્સીએ એક તસ્વીર પોસ્ટ કરી એક ખાસ સીક્રેટ બતાવ્યો

By

Published : Jun 4, 2020, 12:32 AM IST

મુંબઇ : બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા દ્વારા પોતાના ચાહકો સાથે તેમની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફ સાથે જોડાયેલા અપડેટ્સ શેર કરતા રહે છે.

બિગ બી 3 જૂને તેની 47 મી મેરેજ એનિવર્સીની ઉજવણી કરી રહ્યા છે. આ પ્રસંગે અભિનેતાએ ઇન્સ્ટાગ્રામ પર એક તસ્વીર પોસ્ટ કરી હતી અને સાથે એક સીક્રેટ પણ બતાવ્યું હતું.

અભિનેતાએ જે તસ્વીર શેર કરી છે તે લગ્નના મંડપની છે. તસ્વીરોમાં અમિતાભ જયાના કપાળ પર ટીલક કરી રહ્યા છે. તેમજ હવન કુંડની સામે બેઠા જોવા મળે છે. જયાં બચ્ચને લગ્નનો ડ્રેસ પહેર્યો છે અને બિગ બી શેરવાનીમાં છે. તસ્વીર શેર કરતા બિગ બીએ કેપ્શનમાં લખ્યું હતું કે, “47 વર્ષ .... આજના જ દિવસે ... 3 જૂન, 1973

આ પોસ્ટની સાથેના કેપ્શનમાં તેણે ખુલાસો કર્યો છે કે તેણે નક્કી કર્યું હતું કે 'જંજીર' જો બોક્સ ઓફિસ પર સફળ થશે તો તે મિત્રો સાથે લંડન જશે. ત્યારબાદ તેના પિતા હરિવંશ રાય બચ્ચને પૂછ્યું કે કોણ કોણ જાવ છો. અમિતાભે જવાબ આપ્યો જયા, ત્યારે તેના પિતાએ જવાબ આપ્યો કે તેની સાથે જતા પહેલા તારે તેની સાથે લગ્ન કરવા પડશે, નહીં તો જાઓ નહીં ...અને અમિતાભ બચ્ચને તેમના પિતાનું કહ્યું માની લીધુ.

અમિતાભની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.

ABOUT THE AUTHOR

...view details