મુંબઈ: બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનની આગામી ફિલ્મ 'ગુલાબો સિતાબો' ટૂંક સમયમાં ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે.ફિલ્મના સ્ટાર્સ સોશિયલ મીડિયા દ્વારા તેના પ્રમોશનમાં લાગ્યા છે. તેમજ શૂટિંગના સમયના ફોટા પણ શેર કરવામાં આવે છે. હવે બિગ બીએ પણ એક ફોટો શેર કર્યો છે.
આ ફોટો 'ગુલાબો સિતાબો'ના સેટનો છે અને તે સમયનો છે, જ્યારે અમિતાભ મેકપ ટચઅપ લેતા હતા. તમે જોઈ શકો છો કે એક મહિલા અમિતાભની આઇબ્રો ઠીક કરી રહી છે.