ગુજરાત

gujarat

ETV Bharat / sitara

બિગ બીએ 'બ્રહ્માસ્ત્ર'ના સેટ પરથી શેર કર્યો ફોટો, રણવીર ફેવરિટ - બ્રહ્માસ્ત્ર

અમિતાભ બચ્ચને પોતાના સોશિયલ મીડિયા પર પોતાની આગામી ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'ના સેટ પરથી અમુક ફોટોઝ શેર કર્યા છે. જેમાં તેની સાથે રણવીર કપૂર પણ જોવા મળી રહ્યા છે.

Etv Bharat, Gujarati News, Bollywood News, Brahmastra News, Alia Bhatt, Amitabh Bachchan, Ranveer Kapoor
બિગ બીએ 'બ્રહ્માસ્ત્ર'ના સેટ પરથી શેર કર્યો ફોટો

By

Published : Feb 26, 2020, 1:50 PM IST

મુંબઇઃ બૉલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચનની અપકમિંગ ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે. આ ફિલ્મમાં અમિતાભની સાથે આલિયા ભટ્ટ અને રણવીર કપૂર પણ જોવા મળશે. આ ફિલ્મને લઇને દર્શકોમાં ખૂબ જ એક્સાઇટમેન્ટ છે. જેને વધારતા બિગ બીએ પોતાના સોશિયલ મીડિયા પર હેન્ડલ પર સેટથી અમુક ફોટોઝ શેર કર્યા, જેમાં રણવીર કપૂર અને અમિતાભ બચ્ચન સેટ પર બેઠેલા અને વાતો કરતા તેમજ વૉક કરતા જોવા મળી રહ્યાં છે.

આ ફોટામાં ક્રોમા બેકગ્રાઉન્ડ છે. જેનો ઉપયોગ ત્યારે કરવામાં આવે છે, જ્યારે મેકર્સને ગ્રાફિક્સનું કામ કરવાનું હોય છે. એટલે સ્વાભાવિક છે કે, ફેન્સને આ ફિલ્મમાં જોરદાર VFX મળવાના છે. આ ફોટાની સાથે અભિનેતાએ કેપ્શનમાં લખ્યું છે કે, 'મારા સૌથી ફેવરિટમાંથી એક રણવીર કપૂરની સાથે કામ પર. તેમને વિશાળ ટેલેન્ટનો મેચ કરવા માટે મારા જેવા 4ની જરૂરત છે.'

અમિતાભ દ્વારા શેર કરેલા આ ફોટોને ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે. અયાન મુખર્જીના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મ ત્રણ પાર્ટમાં બનવા જઇ રહેલી આ ફિલ્મનો અત્યાર સુધીમાં માત્ર લોગો રિલીઝ કરવામાં આવ્યો છે.

'બ્રહ્માસ્ત્ર' વિશે ખાસ વાત એ પણ છે કે, રણવીર કપૂર પહેલીવાર એક્શન મોડમાં જોવા મળશે. કરણ જોહરના ધર્મા પ્રોડક્શન દ્વારા નિર્મિત ફિલ્મ 4 ડિસેમ્બર, 2020ના દિવસે સિનેમાઘરોમાં હીટ થવા તૈયાર થઇ રહી છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અમિતાભ બચ્ચન આગામી દિવસોમાં 4 ફિલ્મોમાં જોવા મળશે. જેમાં 'ચહેરા', 'બ્રહ્માસ્ત્ર', 'ઝુંડ' અને 'ગુલાબો-સિતાબો' છે. 'બ્રહ્માસ્ત્ર' ઉપરાંત તે ફિલ્મ 'ચહેરે'માં ઇમરાન હાશ્મીની સાથે મેન રોલમાં જોવા મળશે. આ સાથે જ 'ગુલાબો-સિતાબો'માં અમિતાભ બચ્ચન, આયુષ્માન ખુરાનાની સાથે જોવા મળશે.

ABOUT THE AUTHOR

...view details