ગુજરાત

gujarat

ETV Bharat / sitara

Amitabh Bachchan : દિલ્હીનો બંગલો આ વ્યક્તિને 23 કરોડમાં વેચ્યો, જાણો કેમ? - ફિલ્મ બ્રહ્માસ્ત્ર

અમિતાભ બચ્ચને (Amitabh Bachchan) દિલ્હીના ગુલમોહર પાર્કમાં (Gulmohar Park Delhi) સ્થિત ઘર 23 કરોડ રૂપિયામાં વેચી નાખ્યું છે. આ ઘર સાથે તેમણે ઘણી યાદો (Amitabh Bachchan Bungalow Sopaan) સજાવી હતી. જાણો શું કામ વેચી નાખ્યું તે ઘર.

અમિતાભ બચ્ચને દિલ્હીનો બંગલો આ વ્યક્તિને 23 કરોડમાં વેચ્યો, જાણો કેમ?
અમિતાભ બચ્ચને દિલ્હીનો બંગલો આ વ્યક્તિને 23 કરોડમાં વેચ્યો, જાણો કેમ?

By

Published : Feb 3, 2022, 6:14 PM IST

Updated : Feb 3, 2022, 6:19 PM IST

હૈદરાબાદ: સદીના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) વિશે સમાચાર મળ્યા છે. ખરેખર બિગ બીએ રાજધાની દિલ્હીમાં તેમના ઘર 'સોપાન' માટે ફાઇનલ ડીલ કરી લીધી છે. બિગ બીએ દિલ્હીના ગુલમોહર પાર્કમાં (Gulmohar Park Delhi) સ્થિત ઘર 'સોપન'ને 23 કરોડ રૂપિયામાં વેચ્યું (Amitabh bachchan bungalow sopaan) છે. ઉલ્લેખનીય છે કે, આ ઘરમાં અમિતાભ બચ્ચનના માતા-પિતા તેજી બચ્ચન અને હરિવંશ રાય બચ્ચન રહેતા હતા.

જાણો કોને હવાલે કર્યો સોપાન

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘરનું રજીસ્ટ્રેશન ગયા વર્ષે જ થયું હતું. તમને જણાવી દઈએ કે, બિગ બીએ આ પરિવારનું ઘર નીઝોન ગ્રુપના સીઈઓ અવની બદરને વેચી દીધું છે. ગયા વર્ષે 7 ડિસેમ્બરે બદરે આ પ્રોપર્ટીનું પોતાના નામે નોંધણી કરાવી હતી. રિપોર્ટ અનુસાર અવની અને બિગ બીનો પરિવાર છેલ્લા 35 વર્ષથી એકબીજાને ઓળખે છે. અમિતાભ બચ્ચનની દિલ્હીમાં આવેલી આ મિલકત 418 ચોરસ મીટરમાં ફેલાયેલી છે.

આ પણ વાંચો:Jya Bachchan Covid positive: જયા બચ્ચનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો, ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' પોસ્ટપોન

બંગલાની સંભાળ રાખવી મુશ્કેલ બની રહી હતી

જણાવીએ કે, અમિતાભ બચ્ચનના પરિવારની આ ઘર સાથે કેટલીક ખાસ જૂની યાદો જોડાયેલી છે. બિગ બી તેમના કરિયરની શરૂઆતથી જ મુંબઈમાં રહે છે, જેના કારણે આ બંગલાની સંભાળ રાખવી મુશ્કેલ બની રહી હતી. આ સ્થિતિમાં, જ્યારે મુશ્કેલીઓ વધી ત્યારે અમિતાભ બચ્ચને પોતાનું ઘર વેચવાનો સોદો કરી નાખ્યો.

બિગ બી ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવા મળશે

ઉલ્લેખનીય છે કે, બિગ બીએ તેમના બ્લોગમાં ઘણી વાર હોમ સોપાનનો ઉલ્લેખ કર્યો છે. અભિનેતાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે ફિલ્મ 'ચેહરે'માં જોવા મળ્યા હતા. હવે બિગ બી આલિયા ભટ્ટ અને રણબીર કપૂર સ્ટારર ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવા મળશે. આ ફિલ્મ આ વર્ષે 9 સપ્ટેમ્બરે રિલીઝ થશે.

આ પણ વાંચો:કરીના કપૂર, પ્રિયંકા ચોપરા અને કંગના રનૌતમાંથી કોણ મારશે રિયાલિટી શોના હોસ્ટ તરીકે એન્ટ્રી

Last Updated : Feb 3, 2022, 6:19 PM IST

ABOUT THE AUTHOR

...view details