- ગત વર્ષે બચ્ચન પરિવારના 4 સભ્યો થયા હતા કોરોના સંક્રમિત
- અમિતાભ બચ્ચન સહિત પરિવારના અન્ય સભ્યોએ પણ લીધી વેક્સિન
- માત્ર અભિષેક બચ્ચન ઘરે હાજર ન હોવાથી વેક્સિન લેવાથી બાકાત રહ્યા
હૈદરાબાદ: ગત વર્ષે કોરોના સંક્રમિત થયેલા બોલિવૂડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન સહિત તેમના પરિવારે ગુરુવારે કોરોના વેક્સિનનો પ્રથમ ડૉઝ લીધો હતો. આ અંગે તેમણે ટ્વિટ કરીને માહિતી આપી હતી.
આ પણ વાંચો:પ્રખ્યાત સંગીતકાર અને ગાયક બપ્પી લહેરી થયા કોરોના સંક્રમિત
અભિષેક બચ્ચને શા માટે વેક્સિન ન લીધી?
અમિતાભ બચ્ચને કરેલી ટ્વિટમાં આગળ જણાવ્યું હતું કે, "અભિષેક બચ્ચન હાલમાં શૂટિંગ માટે બહાર હોવાથી તેણે વેક્સિન લીધી નથી. તે જેવો પરત આવશે, તે પણ વેક્સિન લઈ લેશે." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, તેના સિવાય પરિવારના તમામ સદસ્યોએ વેક્સિનનો પ્રથમ ડૉઝ લઈ લીધો છે.