ગુજરાત

gujarat

ETV Bharat / sitara

ICC U19 ક્રિકેટ વર્લ્ડકપઃ શહેનશાહ બચ્ચને ભારતની જીત પર ટીમને પાઠવી શુભેચ્છા - બેટ્સમેન યશસ્વી જાયસવાલ

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને યશસ્વી જાયસ્વાલ અને દિવ્યાંશ સક્સેનાને ICC U19 ક્રિકેટ વર્લ્ડકપમાં પાકિસ્તાન વિરુદ્ધ જીત મેળવવા પર શુભકામના પાઠવી છે.

etv bharat
etv bharat

By

Published : Feb 5, 2020, 10:55 AM IST

Updated : Feb 5, 2020, 11:50 AM IST

મુંબઈ : બૉલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચને ICC U19 ક્રિકેટ વર્લ્ડ કપમાં પાકિસ્તાન વિરુદ્ધ ભારતની જીત પર શુભકામના પાઠવી છે. ભારતીય ક્રિકેટ ટીમ અને બેટ્સમેન યશસ્વી જાયસવાલ અને દિવ્યાંશ સક્સેનાની પ્રશંસા કરી હતી. બચ્ચને કહ્યું કે, વર્લ્ડકપ U19 ભારત પાકિસ્તાનને 10 વિકેટે હાર આપી છે. ઓપનર્સે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. જેથી ટીમને શુભકામના... તમે ફાઈનલમાં છો.

ભારતે અંડર-19 વર્લ્ડકપની સેમિફાઇનલમાં પાકિસ્તાનને 10 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે ભારત સાતમીવાર ફાઇનલમાં પહોંચ્યું છે. તેમજ ટૂર્નામેન્ટમાં સતત ચોથી વખત પાકિસ્તાનને માત આપી છે. રનચેઝમાં ઓપનર યશસ્વી જયસ્વાલે અણનમ 105 અને દિવ્યાંશ સક્સેનાએ 59* રન કર્યા હતા.

બીગ-બીના વર્કફન્ટની વાત કરીએ તો આ વર્ષ બિગ-બી 'ઝુંડ'[, 'બ્રહ્મસ્ત્ર', 'ચેહરે' અને 'ગુલાબો સીતાબો'માં જોવા મળશે. ઝુંડમાં પ્રથમ વખત સુપરહિટ મરાઠી ફિલ્મ સૈરાટના નિર્દેશક અને મહાનાયક સીનિયર બચ્ચનની વર્કિગ કેમિસ્ટ્રી જોવા મળશે. આ સિવાય અભિનેતા આ વર્ષ અયાન મુખર્જીની ફિલ્મ બહ્માસ્ત્રમાં જોવા મળશે. ફિલ્મમાં અભિનેતાની સાથે આલિયા ભટ્ટ અને રણવીર કપૂર લીડ રોલમાં છે. આ સિવાય યંગ સુપર સ્ટાર આયુષ્માન ખુરાનાની સાથે શૂઝિત સરકારની સોશિયલ કૉમેડી ફિલ્મ ગુલાબો સિતાબોમાં જોવા મળશે. ફિલ્મ પ્રથમ વખત બિગબી અને આયુષ્માન સાથે સ્ક્રીન શેર કરનાર છે.

Last Updated : Feb 5, 2020, 11:50 AM IST

ABOUT THE AUTHOR

...view details