ગુજરાત

gujarat

ETV Bharat / sitara

પાનમસાલા કંપનીએ ન હટાવી જાહેરાત, બીગબીએ મોકલી નોટિસ - બીગબી

અમિતાભ બચ્ચને(amitabh bachchan) થોડા સમય પહેલાં એક પાન મસાલાની જાહેરાત(amitabh bachchan pan masala ) કરી હતી જેના કારણે તેમને લોકોની નારાજગી ભોગવવી પડી હતી આથી તેમણે આ જાહેરાત છોડી દીધી હતી. તેમ છતાં આ જાહેરાત ન હટાવાતા બીગ બીએ કંપનીને નોટિસ ફટકારી છે.

પાનમસાલા કંપનીએ ન હટાવી જાહેરાત
પાનમસાલા કંપનીએ ન હટાવી જાહેરાત

By

Published : Nov 21, 2021, 4:27 PM IST

  • બીગ બીએ પાન મસાલાની બ્રાંડને ફટકારી નોટીસ
  • એક ફેનએ કરી હતી કમેન્ટ
  • લોકોએ કરી હતી આકરી ટીકા

ન્યૂઝ ડેસ્ક:બૉલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચને(amitabh bachchan) છેલ્લા થોડા દિવસોમાં એક પાન મસાલાના(amitabh bachchan pan masala ) બ્રાંડની જાહેરાત કરી હતી. જેના કારણે ઘણાં લોકોએ તેમની આકરી ટીકા કરી હતી. જે બાદ તેઓએ પોતાના 79માં જન્મદિવસે જાહેરાત કરી હતી કે તેઓએ મસાલાના બ્રાન્ડ સાથે પોતાના તમામ કોન્ટ્રાક્ટ રદ્દ કરી દીધા છે અને તેનાથી મળેલી તમામ આવક પણ તેમણે પરત કરી છે. અમિતાભ બચ્ચને પોતાના એક નિવેદનમાં આ જાહેરાત કરી હતી. જો કે હવે સામે આવ્યું છે કે અમિતાભે આ પાન મસાલાના બ્રાન્ડને લીગલ નોટિસ મોકલી છે.

બીગ બીએ મોકલી લીગલ નોટિસ

પ્રાપ્ત માહિતી અનુસાર, અમિતાભ બચ્ચને કંપની સાથેનો કોન્ટ્રાક્ટ રદ્દ કરવા છતાં અલગ અલગ પ્લેટફોર્મ પર આ જાહેરાત પ્રસારિત થઇ રહી હતી. આથી સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર અમિતાભ બચ્ચન ઓફિસે આ જાહેરાતને રોકવા માટે લીગલ નોટિસ પણ મોકલી છે.

પાનમસાલા કંપનીએ ન હટાવી જાહેરાત

પ્રસંશકે કરી હતી કમેન્ટ

થોડા દિવસ અગાઉ બીગ બીએ એક પોસ્ટ શેર જેમાં તેમણે લખ્યું હતું કે એક ઘડિયાળ ખરીદીને કાંડા પર બાંધી, ત્યારથી સમય પાછળ જ પડી ગયો છે. આ પોસ્ટ પર એક વ્યક્તિએ કમેન્ટ કરી હતી કે, પ્રણામ સર એક વાત પુછવી હતી કે એવી તો શું જરૂરત છે કે તમારે કમલા પસંદ પાન મસાલાની જાહેરાત કરવી પડે, તો તમારા અમે અન્ય લોકોમાં શું ફરક છે ?

ABOUT THE AUTHOR

...view details