ગુજરાત

gujarat

ETV Bharat / sitara

અમિતાભ બચ્ચનની તબિયત નાદુરસ્ત, ટ્વીટ કરીને ફેન્સને આપી જાણકારી - BRAHMASTRA FILM

મુંબઇ: બૉલીવુડના મહાનાયક અમિતાભ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેમની ફેન ફોલોઅર્સની તો બધાને ખબર જ છે. બીગ બી તેમના ફેન્સને એટલું જ મહત્વ આપે છે, જેટલું તેમને ફેન્સ તરફથી મળે છે.

amitabh

By

Published : May 6, 2019, 10:28 AM IST

આ જ કારણ છે કે, દર રવિવારે અમિતાભ બચ્ચનના બંગલા 'જલસા'ની બહાર તેમને જોવા માટે ફેન્સની મોટી સંખ્યામાં ભીડ ઉમટે છે. અમિતાભ પણ તેમના ફેન્સને નિરાશ કરતા નથી. દર રવિવારે ખાસ તેમના ફેન્સને મળવા માટે તેઓ એક ફિક્સ સમયે બહાર આવે છે અને બધાને મળે છે.

જો કે, આ રવિવારે અમિતાભ બચ્ચનના ફેન્સને નિરાશ થવું પડ્યું હતુ, કારણ કે તેઓ આ વખતે ઘરની બહાર આવ્યા ન હતા. તેની પાછળનું કારણ તેમની નાદુરસ્ત તબિયત હતી. બીગ બીની તબિયત ઠીક ન હોવાથી તેઓ તેમના ફેન્સને મળી શક્યા ન હતા.

ખુદ અમિતાભ બચ્ચને ટ્વીટ કરીને આ વિશે જાણકારી આપી હતી. અમિતાભે લખ્યું કે, 'આજે સન્ડે દર્શન નથી કરી રહ્યો. તમને બધાને જણાવી દઉં કે મારી તબિયત ખરાબ છે. ચિંતાની કોઇ વાત નથી, બસ આવી નહીં શકુ'. 76 વર્ષના અમિતાભ છેલ્લા 36 વર્ષોથી દર રવિવારે તેમના જુહૂ સ્થિત ઘર જલસાની બહાર ફેન્સને મળી રહ્યા છે. તેમની આ વીકલી ફેન મીટિંગનું નામ સન્ડે દર્શન છે. જેમાં ખૂબ મોટી સંખ્યામાં ફેન્સ તેમના ઘરની બહાર પહોંચે છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો, અમિતાભ જલદી પોતાની અપકમિંગ ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં જોવા મળશે. ફિલ્મમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં છે. બીગ બી પાસે પાઇપલાઇનમાં 'ઝુંડ' અને સાય રા નરસિમ્હા રેડ્ડીની ફિલ્મ પણ છે. તેઓ જલ્દી ટીવી રિયાલિટી શૉ 'કૌન બનેગા કરોડપતિ'ની 11મી સિઝન પણ લઇ આવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details