ભોપાલઃ દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચનના સાસુ માં ઈન્દિરા ભાદુરીનો આજે 90મો જન્મ દિવસ હતો. જેની ઉજવણીમાં ભાગ લેવા માટે બચ્ચન પરિવાર ભોપાલ પહોંચ્યો હતો. મળતી માહિતી પ્રમાણે, બચ્ચન પરિવાર શનિવારે સવારે ચાર્ટર પ્લેનમાં ભોપાલ એરપોર્ટ પહોચ્યો હતો.
સાસુના જન્મદિવસે પરિવાર સાથે ભોપાલ પહોંચ્યા અમિતાભ બચ્ચન - amitab bachchan in bhopal
સદીના મહાનાયક અમિતાભ બચ્ચન પોતાના પરિવાર સહિત ચાર્ટર પ્લેનથી શનિવાર ભોપાલ પહોંચ્યા છે. કારણ કે, આજે તેમની સાસુ ઈન્દિરા ભાદુરીનો 90મો જન્મદિવસ છે. જેની ઉજવણીમાં સામેલ થવા માટે તેમણે ભોપાલની મુલાકાત લીધી હતી.

અમિતાભની સાથે જયા ભાદુરી, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય, શ્વેતા નંદા બચ્ચન અને પૌત્રી આરાધ્યા પણ હતા. એરપોર્ટથી નીકળ્યા બાદ તેઓ સાસુના નિવાસસ્થાન શ્યામલા હિલ્સ પર પહોચ્યાં હતા. જ્યાં તેમણે સાસુના 90મા જન્મદિવસની ઉજવણી કરી હતી.
નોંધનીય છે કે, અમિતાભ બચ્ચનની સાસુ ઈન્દિરા ભાદુરી ઘણા સમયથી ભોપાલમાં રહે છે. તેમને મળવા માટે બચ્ચન પરિવાર ઘણીવાર આવતો રહે છે. મળતી માહિતી પ્રમાણે, ઈન્દિરા ભાદુરીના જન્મદિવસની ખાસ ઉજવણી માટેની તૈયારીઓ છેલ્લા સમયથી ચાલી રહી હતી. જેની સંપૂર્ણ જવાબદારી જયા બચ્ચન દ્વારા સંભાળવામાં આવી હતી.