મુંબઈઃ બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન કોરોના પોઝિટિવ છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ વાતની જાણકારી આપી હતી. જે બાદ તેમને મુંબઈની નાણાવટી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.
BIG Bએ જાણકરી આપતાં ટ્વીટ કર્યુ હતું કે, "હું કોરોના પોઝિટિવ છું. એટલે મને નાણાવટી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પરિવાર અને સ્ટાફનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે. જેમના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. છેલ્લા 10 દિવસમાં ઘણા લોકોના મારા સંપર્કમાં આવ્યો છું. તે તમામને હું વિનંતી કરું છું કે, તેઓ પોતાની તપાસ કરાવી લે."
રિપોર્ટનુસાર, બંનેમાં કોરોનાના માઈલ્ડ લક્ષણ જોવા મળ્યાં હતા. હાલ બંનેની તબિયત સ્થિર છે. કોઈ ચિંતાની વાત નથી. એક ખાનગી ન્યૂઝ એજન્સી અનુસાર, નાણાવટી હૉસ્પિટલની તરફથી એક નિવદેન સામે આવ્યું છે. જેમાં અમિતાભની તબિયત વિશે કહે છે કે, હાલ અભિનેતની હાલત સ્થિર છે અને તેઓ આઈસોલેશનમાં છે.
ડૉક્ટરની ટીમ અભિનેતાની સંભાળ લઈ રહી છે અને ટ્વિટર દ્વારા તેમની તબિયતની જાણકારી પણ આપે છે. નોંધનીય છે કે, મુંબઈમાં અભિનેતાનું ઘર જે વિસ્તારમાં સ્થિત છે, તે કોરોનાથી સૌથી પ્રભાવિત વિસ્તારોમાંનો એક છે. આ વિસ્તારમાં 53000 લોકો કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યાં છે. જેમાંથી 3614 લોકો સાજા થયા છે. જ્યારે હાલ, 1145 કેસ એક્ટિવ છે.