ગુજરાત

gujarat

ETV Bharat / sitara

પોતાનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાના સમાચારને અમિતાભ બચ્ચને નકાર્યા, ટ્વીટ દ્વારા કરી સ્પષ્ટતા - બોલિવૂડ ન્યૂઝ

બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચને પોતાના કોરોના રિપોર્ટ નેગેટિવ આવવાના સમાચારને નકારી દીધા છે. અભિનેતાએ ટ્વિટ કર્યું છે કે," એવું કહેવામાં આવી રહ્યું હતું કે, અમિતાભનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને તેમને જલ્દીથી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે, આ સમાચાર ખોટા છે.."

અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચન

By

Published : Jul 23, 2020, 9:48 PM IST

મુંબઇ: કોરોના વાઇરસનો ચેપ લાગ્યા પછી, મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં અમિતાભ બચ્ચનની તબિયત વિશેના સમાચાર આવ્યા હતા. સમાચાર હતા કે, અભિનેતાની કોરોના રિપોર્ટ નેગેટિવ આવી છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી શકે છે. જોકે, હવે બિગ બીએ આ સમાચારને નકારી કાઢયા છે અને તેને ખોટા ગણાવ્યા છે.

અભિનેતાએ ટ્વિટ કર્યું છે કે," એવું કહેવામાં આવી રહ્યું હતું કે, અમિતાભનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને તેમને જલ્દીથી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે, આ સમાચાર ખોટા છે.."

અમિતાભ અને અભિષેકને કોરોનાના સમાન્ય લક્ષણો હોવાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે એશ્વર્યા રાય અને પુત્રી આરાધ્યા 'જલ્સા' બંગલામાં હોમ કોરોન્ટાઇન હતી. જોકે થોડા દિવસ બાદ તાવ, શ્વાસ લેવામાં તકલીફ અને ગળાના દુખાવાને કારણે એશ્વર્યા અને પુત્રી આરાધ્યાને 17 જુલાઇની રાત્રે નાણાવટીમાં દાખલ કરવામાં આવ્યા હતા.

સૂત્ર અનુસાર, એશ્વર્યા રાય અને આરાધ્યાની તબિયત પણ સારી છે, પરંતુ અમિતાભ અને અભિષેકની સાથે એશ્વર્યા અને આરાધ્યાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે કે નહીં તે હાલ કહી શકાય તેમ નથી.કદાચ બંનેને થોડા વધુ દિવસો સુધી હોસ્પિટલમાં રહેવું પડશે.

ABOUT THE AUTHOR

...view details