મેગાસ્ટારએ પોતાના ટ્વીટર પર એક્ટક માટે દિલ જીતનારો મેસેજ પોસ્ટ કર્યો હતો. અભિનેત્રીએ બિગ બીની સાથે 2014માં રીલિઝ થયેલી, 'ભૂતનાથ રિટર્ન્સ'માં સાથે કામ કર્યું હતું.’
બિગ બીએ ટ્વીટમાં લખ્યું કે, 'ઉષા જાધવે ઇફ્ફીમાં બેસ્ટ એક્ટરનો ઍવોર્ડ જીતવા પર, જે અત્યારે ગોવામાં પુરો થયો છે... @ushajadhav તારા પર ગર્વ છે અને તમારી સાથે ભૂતનાથ રિટર્ન્સમાં સાથે કામ કરવું સમ્માનની વાત છે.'
'તેમના માતા પિતા માટે ગર્વની વાત... માતા પિતાએ ભરપુર આશીર્વાદ આપ્યા હતા.' અમિતાભ બચ્ચને અભિનેત્રીની સાથે અમુક ફોટોઝ શેર કર્યા હતા, જેમાં તે પોતાના માતા-પિતા સાથે ઍવોર્ડ લેતા જોવા મળી હતી.
20 નવેમ્બરે બચ્ચન અને સુપરસ્ટાર રજનીકાંત દ્વારા ફેસ્ટિવલને શાનદાર ગણાવ્યો હતો.
ફિલ્મ મેકર કરણ જોહર દ્વારા હોસ્ટેડ ફેસ્ટિવલના ઓપનિંગ સેરેમનીમાં અમિતાભ બચ્ચન અને રજનીકાંતને 'આઇકૉન ઓફ ગોલ્ડન જુબલી' ઍવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. તેની સાથે જ ફ્રેન્ચ એક્ટર ઇસાબેલા હૂપર્ટને પણ ફૉરન આર્ટિસ્ટ માટે લાઇફ ટાઇમ અચિવમેન્ટ ઍવોર્ડથી નવાજવામાં આવ્યો હતો.