ગુજરાત

gujarat

ETV Bharat / sitara

72 જન્મદિવસે લોકડાઉન, દિલ્હીમાં અટવાયેલી જયા માટે Big B અને પુત્ર અભિષેકે લાગણી શેર કરી, જાણો શું લખ્યું? - જય બચ્ચનનો 72 જન્મદિવસ

જયા બચ્ચન પોતાના 72માં જન્મદિવસે લોકડાઉનના કારણે દિલ્હીમાં તેના પરિવારથી દૂર છે, ત્યારે આવી સ્થિતિમાં અમિતાભ બચ્ચન અને અભિષેક બંને તેમને ખૂબ યાદ કરી રહ્યાં છે. બંને સ્ટાર્સે અભિનેત્રીને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા લાગણીશીલ પોસ્ટ પણ મૂકી હતી.

jaya bachchan birthday
jaya bachchan birthday

By

Published : Apr 10, 2020, 8:38 AM IST

મુંબઇ: અમિતાભ બચ્ચનના પત્ની જયા બચ્ચનને તેમના 72 માં જન્મદિવસ પર ખૂબ યાદ કરી રહ્યાં હતાં. કારણ કે, હાલ તેઓ લોકડાઉન કારણે દિલ્હીમાં અટવાઇ ગયા છે. જો કે, Big Bએ પોતાની લાગણીઓને બ્લોગ દ્વારા શેર કરી હતી. આવું જ કંઈક મેગાસ્ટારના પુત્ર અભિષેક બચ્ચન સાથે પણ છે, જેનાથી તે માતાના જન્મદિવસ પર તેનાથી દૂર રહે છે.

અમિતાભ બચ્ચને પોતાના બ્લોગ અને ટ્વિટર પર લખ્યું હતું કે, "તે દિલ્હીમાં છે, નિયંત્રિત વાતાવરણમાં છે અને આખો દિવસ પરિસ્થિતિની ચર્ચા કરવામાં પસાર થાય છે. પછી તો અમે સાથે છીએ."

મહાનાયકે ચાહકોનો આભાર માન્યો કે તેમણે તેની પત્નીને શુભેચ્છા પાઠવી, લખ્યું, 'હું તમારો દિલથી આભાર માનું છું કે તમે ખૂબ પ્રેમ આપ્યો ... આભાર.' અભિષેકે તેના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી છે. જેમાં તેને લખ્યું હતું કે, લોકડાઉન વચ્ચે તે દિલ્હીમાં રહેતી તેની માતાને ખૂબ યાદ કરી રહ્યો છે. તેમણે પોસ્ટમાં લખ્યું કે, 'લોકડાઉનને કારણે તમે ભલે દિલ્હીમાં છો અને અમે અહીં મુંબઇમાં છીએ, તમે હંમેશા હૃદયમાં છો. હું તમને ખૂબ પ્રેમ કરું છું.

જન્મદિવસની શુભેચ્છા પાઠવતા તેમણે લખ્યું કે, 'દરેક બાળક વતી, હું કહીશ, આપણો પ્રિય શબ્દ છે,' મા જન્મદિવસની શુભેચ્છા. આ સિવાય સોનાલી બેન્દ્રે અને મનીષ પોલે પણ જયા બચ્ચનને તેમના 72મા જન્મદિવસ પર અભિનંદન આપ્યાં હતાં.

ABOUT THE AUTHOR

...view details