ગુજરાત

gujarat

ETV Bharat / sitara

સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા મામલે CBI તપાસની માગ પર ગૃહપ્રધાન અમિત શાહે આપ્યો જવાબ - બિહાર સાંસદ પપ્પૂ યાદવ

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા મામલે CBI તપાસની માગ ને લઇને પૂર્વ સાંસદ પપ્પૂ યાદવે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને સંબોધીને પત્ર લખ્યો હતો. જેનો કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જવાબ આપતા તેને આગળની કામગીરી માટે સંબંધિત વિભાગમાં મોકલી આપવામાં આવ્યો છે તેમ જણાવ્યું હતું.

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા મામલે CBI તપાસની માગ પર ગૃહપ્રધાન અમિત શાહે આપ્યો જવાબ
સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા મામલે CBI તપાસની માગ પર ગૃહપ્રધાન અમિત શાહે આપ્યો જવાબ

By

Published : Jul 15, 2020, 10:27 PM IST

બિહાર: મુંબઇ પોલીસ દ્વારા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા મામલે સતત તપાસ ચાલી રહી છે. 14 જુલાઇના રોજ સુશાંત ના મૃત્યુને 1 મહિનો પૂરું થતા બિહારના પૂર્વ સાંસદ પપ્પૂ યાદવે આ અંગે ટ્વીટ કરી જણાવ્યું હતું કે, આ મામલે CBI તપાસની માગ કરતો પત્ર તેમણે ગૃહપ્રધાન અમિત શાહને મોકલ્યો છે. જેનો ગૃહ પ્રધાને જવાબ આપ્યો હતો.

ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે, સમગ્ર મામલે પત્ર સંબંધિત વિભાગમાં મોકલી આપવામાં આવ્યો છે. આ અંગે યોગ્ય તપાસ હાથ ધરવામાં આવશે.

આ જવાબ બાદ પપ્પૂ યાદવે ટ્વીટ કરી ફરી એકવાર આ મામલે CBI તપાસની માગ કરી હતી.

તેમણે લખ્યું હતું કે, અમિત શાહજી, જો આપ ઈચ્છો તો એક મિનિટમાં આ કેસ CBI ને સોંપી તપાસ થઇ શકે તેમ છે. આને ટાળશો નહી.

હાલ આ અંગે મુંબઇ પોલીસ પણ સુશાંત ને ઓળખતા તમામ લોકોની સઘન પૂછપરછ હાથ ધરી તપાસ કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details