મુંબઈ: અભિનેતા અમિત સાધે એક ફેક ટ્વીટર અકાઉન્ટ ને લઇને ચેતવણી આપી છે. જે સોશિયલ મીડિયા પર તેમના તરફથી વાતચીત કરી રહ્યો છે. એક ફેક એકાઉન્ટ ‘ટીમ અમિત સાધ’ના નામથી છે.
અભિનેતા અમિત સાધે સ્પષ્ટ જણાવ્યું છે કે તે આવા એક પણ અકાઉન્ટ સાથે જોડાયેલા નથી અને પોતાના એકાઉન્ટ પરથી પ્રશંસકો સાથે વાતચીત કરે છે.
અમિતે શનિવારના રોજ પોતાના વેરીફાઈ એકાઉન્ટ પર ટ્વીટ કર્ય઼ું હતું. મારું નિવેદન છે કે આવા ફેક ના બનાવો હું તે સ્પષ્ટ કરવા માગું છું કે આમાં જોડાયેલો નથી હું મારા પ્રશંસકો સાથે સીધો જોડાયેલો છું અને આગળ પણ આ જ કરીશ
અભિનેતા સામાન્ય રીતે ટ્વીટર પર ખૂબ જ સક્રિય હોય છે અને ચાહકોને વ્યક્તિગત રીતે જવાબ દેતા હોય છે.