મુુંબઈ: અભિનેતા આમિર ખાન ટ્વિટર પર ટ્રેંડ કરી રહ્યાં છે, જેનું કારણ પહેલવાન બબિતા ફોગાટ છે. ફોગાટે ગુરુવારે રાતે એક પોસ્ટ કરી હતી, જેના કારણે આ મામલો શરૂ થયો હતો. આમિરે બબિતા પર ફિલ્મ બનાવી હતી "દંગલ". ફોગાટે ગુરુવારે રાતે એક પોસ્ટ કરી હતી. ટ્વિટર યૂઝરનું માનવું છે કે, ફોગાટની પોસ્ટ આપત્તિજનક છે.
પહેલવાન બબિતા ફોગાટે કર્યું આમિર ખાન પર વિવાદીત ટ્વિટ ? - Amir khan trending tweeter
અભિનેતા આમિર ખાન ટ્વિટર પર ટ્રેંડ કરી રહ્યાં છે, જેનું કારણ પહેલવાન બબિતા ફોગાટ છે. ફોગાટે ગુરુવારે રાતે એક પોસ્ટ કરી હતી, જેના કારણે આ મામલો શરૂ થયો હતો.

કેટલાંક યૂઝરે તો એવું પણ લખ્યું છે કે, આમિરે ફોગાટ ઉપર ફિલ્મ બનાવી છે, એટલે એ પ્રખ્યાત થઈ છે. ફિલ્મ પહેલાં બબિતા ફોગાટને કોઈ ઓળખતું પણ ન્હોતું. ત્યારબાદ અભિનેતા આમિર ખાન ટ્વિટર પર ટ્રેંડ થવા લાગ્યાં. ફિલ્મ દંગલ એ 2016ની ઑલ ટાઈમ બ્લોકબસ્ટર ફિલ્મ હતી. આ ફિલ્મની કહાની ફોગાટ બહેનોં ઉપર હતી. ફિલ્મમાં બબિતાના પિતા મહાવીર ફોગાટનું પાત્ર આમિરે ભજવ્યું છે.
ચારે તરફથી આલોચના થયા બાદ બબિતાએ સ્પષ્ટતા કરતાં કહ્યું કે, તેનો ઉદ્દેશ્ય કોઈની નિંદા કરવાનો નથી. એ ફક્ત એટલું કહી રહી હતી કે, જે લોકો પોલીસ, ડૉક્ટર અને નર્સ પર હુમલો કરે છે. તેને સમજવાની જરૂર છે.