નવી દિલ્હી: બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાને રવિવારે કહ્યું કે, તે ચોક્કસપણે 'ધ કાશ્મીર ફાઇલ્સ જોશે' (Amir Khan Reaction On The Kashmir Files) કારણ કે તે ભારતીય ઇતિહાસનો એક ભાગ છે, જે લોકોના રૂવાડા ઉભા કરી દેશે. કાશ્મીર ફાઇલ્સ (The Kashmir Files) 1990 'કાશ્મીરી પંડિતો'ની હિજરત પર આધારિત છે.
આ પણ વાંચો:ફિલ્મ RRRના પ્રમોશન માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોચ્યાં જુનિયર NTR, રામચરણ અને એસએસ રાજામૌલી
કાશ્મીરી પંડિતો સાથે જે થયું તે ખૂબ જ દુ:ખની વાત: આમિર ખાન:આમિર ખાન એ પણ કહે છે કે, કાશ્મીરી પંડિતો સાથે જે થયું, તે ખૂબ જ દુ:ખની વાત છે. આવી ફિલ્મ તમામ ભારતીયોએ જોવી જોઈએ જેથી કરીને તેઓ તેને જોઈ શકે અને એ જાણી શકે કાશમીરી પંડિતો ઉપર કઇ હદ સુધી અત્યાચારો કરવામાં આવ્યાં હતા.
Amir Khan Reaction On Kashmir Files: આમિર ખાને કહ્યું..."ભારતના દરેક લોકોએ 'ધ કાશમીર ફાઇલ્સ' અચૂકપણે જોવી જોઇએ" કાશ્મીર ફાઇલ્સની સુંદરતા એ છે કે તે લાગણીઓને ઉત્તેજીત કરવામાં સફળ રહી:આમિર ખાન બહુપ્રતિક્ષિત ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'ની રિલીઝની રાહ જોઈ રહેલા આમિરે વધુમાં કહ્યું કે, "કાશ્મીર ફાઇલ્સની સુંદરતા એ છે કે તે લાગણીઓને ઉત્તેજીત કરવામાં સફળ રહી છે", "આ ફિલ્મ માનવતામાં માનતા તમામ લોકોની લાગણીઓને સ્પર્શી ગઈ છે અને તે જ તેના વિશે ખૂબ જ સુંદર છે." "હું ચોક્કસપણે ફિલ્મ જોઈશ અને મને એ જોઈને આનંદ થાય છે કે ફિલ્મ સફળ રહી છે,"
આ પણ વાંચો:Bachhan Pandey Collection: ફિલ્મ 'બચ્ચન પાંડે'એ પહેલા દિવસે કરી આટલી કમાણી