ગુજરાત

gujarat

ETV Bharat / sitara

Bollywood Gossip: આમિર-કિરણના ડિવોર્સની જાહેરાત બાદ આમિરની પુત્રી ઈરાએ શા માટે ખાધી કેક? - બૉલિવૂડ સમાચાર

બૉલિવૂડ અભિનેતા આમિર ખાન (Amir Khan) અને તેની પત્ની કિરણ રાવે (Kiran Rao) શનિવારે જ છૂટાછેડા લેવાની જાહેરાત કરી છે. ત્યારે આ તમામની વચ્ચે આમિર ખાનની પુત્રી ઈરા (Ira Khan) ખાને ચોંકાવનારી પોસ્ટ મુકી છે. ઈરા ખાને ઈન્સ્ટાગ્રામ પર ચીઝ કેક સાથેનો એક વીડિયો શેર કર્યો છે.

Ira Khan
Ira Khan

By

Published : Jul 5, 2021, 5:59 PM IST

  • અભિનેતા આમિર ખાનની પૂત્રીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો વીડિયો
  • વીડિયોમાં ઈરા ખાન ચીઝ કેક સાથે નજર પડી રહી છે
  • આમિર ખાન અને કિરણ રાવે અલગ થવાના નિર્ણય પછી આ વીડિયો શેર કરતા લોકોમાં ચર્ચાનો વિષય

ન્યૂઝ ડેસ્ક (Bollywood News):બૉલિવૂડ અભિનેતા આમિર ખાનની પુત્રી ઈરા ખાન (Ira Khan) પણ કોઈ સિલેબ્રિટીથી ઓછી નથી. ઈરા પોતાના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ત્યારે હાલમાં જ તેણે ચીઝ કેક ખાતો એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. જોકે, શનિવારે આમિર ખાને અને તેની પત્ની કિરણ રાવે છૂટાછેડા લેવાનો નિર્ણય લીધો તેના પછી ઈરાનો આ વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે.

આ પણ વાંચો:Talk of the B-Town: અમારા ડિવોર્સ અંત નથી, નવી શરૂઆત છે...

ઈરાની પોસ્ટથી લોકો આશ્ચર્યમાં મુકાયા

ઈરાએ આ વીડિયો શેર કરીને કેપ્શનમાં લખ્યું હતું કે, આગામી રિવ્યૂ કાલે, આગળ શું થવાનું છે? જો કે, આ વીડિયોમાં ઈરા કોના માટે વાત કરી રહી છે. તે અંગે તો કોઈ સ્પષ્ટતા કરી નથી. તેની આ પોસ્ટ પછી ચારે તરફ ચર્ચા ચાલી રહી છે. આમિર ખાન અને કિરણ રાવ અલગ થવાનો નિર્ણય લેતા તે ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે ઈરાએ આ વીડિયો શેર કરીને તે ચર્ચાને વધુ વેગ આપ્યો હોય તેવું લાગી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details