ન્યૂઝ ડેસ્ક:આજે સોમવારે આમિક ખાન માટે સ્પેશિયલ ડે છે, તે આજે તેનો 57મો બર્થડે (Amir khan Birthday) સેલિબ્રેટ કરી રહ્યો છે. સૌથી પહેલા એ વાત કરીએ કે, તેને મિસ્ટર પરફેકનિસ્ટ કેમ કહેવામાં આવે છે. એક્ટરના અનોખા અને રચનાત્મક વિચારોના કારણે લોકોએ તેને 'મિસ્ટર પરફેકનિસ્ટ'નો ટેગ આપ્યો છે. આમિર ખાને વર્ષ 1988માં ફિલ્મ 'કયામતથી કયામત તક' ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આમિર ખાને આ સાથે એક ખ્યાતિ પણ હાંસિલ કરી છે, ચલો જાણીએ તે વિશે....
Amir khan Birthday: આજે આમિર ખાન માટે 'સ્પેશિયલ ડે', જાણો તેના જીવનની આ ખાસ વાત આમિર ભારત સિવાય આ દેશમાં પણ ખુબ પ્રખ્યાત
34 વર્ષની પોતાની એક્ટિંગ કરિયરમાં આમિર ખાને 47 ફિલ્મોમાં કામ કર્યું છે. એ જાણીને નવાઈ લાગશે કે, આમિર ખાનને ભારત પછી ચીનમાં સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. આમિર ખાન ચીનનો સૌથી પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય અભિનેતા છે. આમિર ખાન વિશે એક બીજી ખાસ વાત એ છે કે, તે એક બે વર્ષે એક ફિલ્મ કરે છે, પરંતુ તે કમાણીના બધા રેકોર્ડ તોડી દે તેવી હોય છે. તેમની ફિલ્મ 'દંગલે' ચીનમાં લગભગ 1400 કરોડનું કલેક્શન કર્યું હતું અને 'સિક્રેટ સુપરસ્ટારે' 800 કરોડથી વધુ કલેક્શન કર્યું હતું. આ સિવાય આમિરની '3 ઈડિયટ્સે' પણ ચીનમાં ડંકો વગાડ્યો હતો અને ઘણી કમાણી કરી હતી. ચીનમાં આમિરની આ પહેલી ફિલ્મ હતી. આ સિવાય આમિર બોલિવૂડના પહેલા એક્ટર છે, જે બોલિવૂડની ફિલ્મોને 100 કરોડના ક્લબમાં સામેલ કરે છે.
Amir khan Birthday: આજે આમિર ખાન માટે 'સ્પેશિયલ ડે', જાણો તેના જીવનની આ ખાસ વાત આ પણ વાંચો:the kashmir files tax free in gujarat: ગુજરાત સરકારે ફિલ્મ 'ધ કાશ્મીર ફાઈલ્સને' કરી કરમુક્ત
આમિર ખાનની ફિલ્મમાં રોકાણ કરવુ મતલબ સોનામાં રોકાણ કરવું
આમિર ખાનની ફિલ્મ 'ગજની'એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી હતીં. આમિર ખાને હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેના નામને 'બિગ સ્ટાર લિસ્ટ' સામેલ કરી લીધું છે. આમિર ખાન 1 બે વર્ષે એક ફિલ્મ કરે છે તે જબ્બર હોય છે. સાથે જ તેની દરેક ફિલ્મ 300-400 કરોડની કમાણી તો કરે જ. આમિર ખાનની આજે એક ઇમેજ બની ગઇ છે કે, તેની ફિલ્મમાં કોઇ રોકાણ કરે તો સોનામાં રોકાણ કર્યું કહેવાય છે, જે બાદમાં ડબલ થઇને આવે છે. આમિર ખાને ઘણા સમયથી સોશિયલ મીડ્યાને અલવિદા કહી દીધું છે, પરંતુ તે તેના ફેન્સ સાથે કોઇને કોઇ રીતે સંપર્કમાં રહેવાનો રસ્તો કાઢી જ લે છે. આમિર ખાન આગામી ફિલ્મ (Amir khan Upcoming Film) 'લાલ સિંહ ચડ્ઢા' (Film lal Singh Chada) સાથે હવે ચાર વર્ષ બાદ કમબેક કરી રહ્યો છે. આ ફિલ્મ હોલીવુડની સુપરહિટ ફિલ્મ 'ફોરેસ્ટ ગમ્પ'ની (Film Forest gaump) હિન્દી રીમેક છે.
આમિર ખાનની આ ગેમ છે ફેવરિટ
શું તમે જાણો છો કે આમિર ખાનની ફેવરિટ ગેમ કઈ છે? અમે તમને જણાવીએ છીએ. અભિનેતાને ચેસ રમવાનો શોખ છે. આમિરે છ વર્ષની ઉંમરે તેની દાદી પાસેથી આ ગેમ રમવાનું શીખ્યું હતું. આ વાતનો ખુલાસો તેણે એક ઈન્ટરવ્યુમાં કર્યો હતો. વર્લ્ડ ચેસ ગ્રાન્ડમાસ્ટર વિશ્વનાથન આનંદે પણ તાજેતરમાં કહ્યું હતું કે, "તે આમિર ખાનને તેની બાયોપિકમાં મુખ્ય ભૂમિકામાં જોવા માંગે છે".
આ પણ વાંચો:The Kashmir Files Reveiw: ફિલ્મ 'ધ કાશમીર ફાઇલ્સ' ફિલ્મ નથી, પરંતુ ઇમોશનનો ભંડાર છે